Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Video:સલમાને બોડીગાર્ડને માર્યો લાફો, સોશિયલ મીડિયા પર આવ્યું રિએક્શન

Video:સલમાને બોડીગાર્ડને માર્યો લાફો, સોશિયલ મીડિયા પર આવ્યું રિએક્શન

06 June, 2019 01:21 PM IST | મુંબઈ

Video:સલમાને બોડીગાર્ડને માર્યો લાફો, સોશિયલ મીડિયા પર આવ્યું રિએક્શન

Video:સલમાને બોડીગાર્ડને માર્યો લાફો, સોશિયલ મીડિયા પર આવ્યું રિએક્શન


સલમાન ખાન ફરી પોતાની વર્તણૂંકને કારણે ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં સલમાન ખાન પોતાના બોડીગાર્ડને લાફો મારતો દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન માટે બોડીગાર્ડ્સ ફેન્સની ભીડમાંથી રસ્તો કરી રહ્યા છે. ત્યારે સલમાન ખાન અચાનક જ એક બોડીગાર્ડને લાફો મારી દે છે. મળતી માહિતી પ્રમામે આ ઘટના ફિલ્મ ભારતના પ્રીમિયર દરમિયાન થઈ હતી. વીડિયોમાં સલમાન ખાન પોતાની કાર તરફ જી રહ્યા છે, જ્યારે તેમના સુરક્ષા ગાર્ડ તેમના માટે રસ્તો કરી રહ્યા છે. આ જ દરમિયાન સલમાન ખાન બોડીગાર્ડના એક બાળક સાથેના વર્તનથી નારાજ થઈ ગયો અને સુરક્ષા ગાર્ડને લાફો મારી દીધો.

જુઓ વીડિયો.




સલમાન ખાનની આ વર્તણૂંક પર સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાઈ ચૂક્યુ છે. સલમાનના ફેન્સ તેની ઘટનાને ડિફેન્ડ કરી રહ્યા છે, તો અમુક લોકો સલમાન ખાન સામે રોષ ઠાલવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું,'આ સલમાન ખાનનો અહંકાર છે, તે આ કામ વિનમ્રતાથી પણ કરી શક્તો હતો.' બીજા એક વ્યક્તિએ લખ્યું,'બહુ જ સારુ સલમાન ખાન. તને હેટ કરનાર લોકો નકારાત્મક વાતો કરશે, પરંતુ તમારી માહિતી માટે જણાવું કે સલમાને પોતાના ગાર્ડને એટલે લાફો માર્યો કારણ કે તે નાના બાળકોનું ધ્યાન રાખવામાં નિષ્ફળ રહ્યો હતો.' તો અન્ય એ કફેને લખ્યું,'હે ભગવાન, સલમાન ખાને એક ફેન બોય સાથે ખરાબ વર્તન કરવા બદલ ગાર્ડને સાચેમાં લાફો મારી દીધો.'


જુઓ શું કહી રહ્યા છે નેટીઝન્સ.

ઉલ્લેખનીય છે કે ઈદના દિવસે સલમાન ખાનની ફિલ્મ ભારત રિલીઝ થઈ છે. પહેલા જ દિવસે ભારતે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેકિંગ કલેક્શન કર્યું છે. અને સલમાન ખાનની પહેલા દિવસે હાઈએસ્ટ કલેક્શન કરનાર ફિલ્મ બની છે.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2019 01:21 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK