Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ... તો આ કારણે સલમાન ફિલ્મોમાં નથી કરતા કિસિંગ સીન

... તો આ કારણે સલમાન ફિલ્મોમાં નથી કરતા કિસિંગ સીન

02 June, 2019 08:06 PM IST | મુંબઈ

... તો આ કારણે સલમાન ફિલ્મોમાં નથી કરતા કિસિંગ સીન

... તો આ કારણે સલમાન ફિલ્મોમાં નથી કરતા કિસિંગ સીન


રોમેન્ટિક ફિલ્મોથી કરિયર શરૂ કરનાર સલમાન ખાન આજે ફિલ્મોમાં પોતાની દબંગ ઈમેજને કારણે જાણીતા છે. સલમાન ખાને પોતાની ફિલ્મી કરિયરમાં જુદા જુદા પ્રકારના રોલ કર્યા છે. પરંતુ 3 દાયકા લાંબી પોતાની આ બોલીવુડ કરિયરમાં સલમાન ખાને ક્યારે સ્ક્રીન પર લિપ લોક સીન નથી આપ્યો. સલમાન ખાન ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન કરવાથી બચતા રહે છે. કારણ કે તે આ પ્રકારના સીન કરવામાં કમ્ફર્ટેબલ મહેસૂસ નથી કરતા.

ઈન્ડિયા ટુડેને આપેલા એક ઈન્ટરવ્યુમાં સલમાન ખાને પોતાના વિશેની કેટલીક રસપ્રદ વાતો શૅર કરી છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન સલમાને ઈન્ટીમેટ સીન કરવા ન કરવા અંગે ખુલાસો કર્યો છે. સલમાન ખાને આ સવાલના જવાબમાં કહ્યું,'હું ઈન્ટીમેટ સીન કરવામાં બિલકુલ કમ્ફર્ટેબલ નથી.'



સલમાન ખાને કહ્યું,'જ્યાં આપણે ફેમિલી સાથે બેસીને ફિલ્મો જોઈએ છીએ, અને ફિલ્મમાં કોઈ કિસિંગ સીન આવે તો પરિવારમાં સ્થિતિ અનકમ્ફર્ટેબલ થવા લાગે છે. આ ખૂબ જ ઓકવર્ડ સિચ્યુએશન થાય છે. ફિલ્મ મેને પ્યાર કિયામાં પણ ઈન્ટીમેટ સીન નહોતા.'


સલમાન ખાને કહ્યું કે પાછલા કેટલાક વર્ષોમાં પરિસ્થતિ બદલાઈ છે. હવે સ્ક્રીન પર કિસ કરવી ખૂબ જ નોર્મલ છે. પરંતુ સલમાન ખાન આજે પણ સ્ક્રીન પર કિસ કરવામાં કમ્ફર્ટેબલ મહેસૂસ નથી કરતા

સલમાન ખાને આ ઈન્ટરવ્યુમાં કહ્યું,'ટ્રેન્ડ બદલાઈ ચૂક્યો છે, પરંતુ હું હજી કમ્ફર્ટેબલ નથી. હું જ્યારે ફિલ્મો બનાવું છું તો ઈચ્છુ છુ કે પરિવાર સાથે લોકો મારી ફિલ્મ જુએ. મારી ફિલ્મોમાં બસ શર્ટલેસ થવા સુધીના જ સીન હોય છે, હા થોડા ફની ડાયલોગ હોય છે, પરંતુ તમે ક્યારેય લવ મેકિંગ સીન્સ નહીં જુઓ.'


આ પણ વાંચોઃ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરવા માગે છે સલમાન ખાન, વાંચો સલમાને કરેલી રસપ્રદ વાતો

જ્યારે આ ઈન્ટરવ્યુમાં સલમાન ખાનને પૂછાયું કે ડિરેક્ટર તેમને ઈન્ટીમેટ સીન કરવા કહેશે તો તેઓ શું કરશે ? જવાબમાં સલમાન ખાને કહ્યું,'ડિરેક્ટર તો કહેતા હોય છે, પરંતુ હું નથી કરવા ઈચ્છતો.'

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2019 08:06 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK