સલમાનનો લેડીઝ નાઇટ-આઉટ : ત્રણ હસીનાઓ સાથે પાર્ટીમાં ઝૂમ્યો

Published: Dec 22, 2011, 07:48 IST

ભાઈ સોહેલની બર્થ-ડે પાર્ટીમાં જેનિલિયા, કંગના અને શ્રિયા સરન સાથે જ ડાન્સ કરતો જોવા મળ્યોસલમાન ખાન ઉંમર વધતાંની સાથે પણ બૉલીવુડમાં પોતાનો ચાર્મ કાયમ રાખી શક્યો છે અને યુવા અભિનેત્રીઓમાં હજી ઘણો ફેવરિટ છે. આ જ વાત સોમવારે રાત્રે હૈદરાબાદની ફાઇવસ્ટાર હોટેલમાં ભાઈ સોહેલ ખાન માટે પોતે રાખેલી સરપ્રાઇઝ પાર્ટીમાં જોવા મળી હતી. ખૂબ જ જોશ સાથે ઊજવેલા ભાઈના બર્થ-ડેમાં તે યુવા અભિનેત્રીઓ જેનિલિયા ડિસોઝા, કંગના રનૌત અને શ્રિયા સરન સાથે જ ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

સલમાન અને સોહેલ ખાન વચ્ચે પ્રોફેશનલી ઘણા મતભેદ છે એવી ચર્ચા હમણાં બૉલીવુડમાં શરૂ થઈ છે. જોકે સલમાને એ અફવાઓ પર પણ ઠંડું પાણી રેડી દીધું હતું. સેલિબ્રિટી ક્રિકેટ લીગની બીજી સીઝન માટે તે સોહેલની ટીમ મુંબઈ હીરોઝ સાથે સંકળાયેલો છે અને એની એક ઇવેન્ટ માટે તે ભાઈ સાથે હૈદરાબાદ ગયો હતો. પહેલાંથી જ તેણે આ પાર્ટીનું આયોજન કરવાનું નક્કી કરી નાખ્યું હતું અને બધા મિત્રોને રાતના બાર વાગ્યા સુધી રોકાવાનું કહ્યું હતું. રાત્રે બાર વાગ્યે બર્થ-ડે કેક કાપ્યા પછી સલ્લુએ ઘણી ઠંડી હોવા છતાં ઓપનમાં પાર્ટી મનાવવાનું નક્કી કર્યું હતું.

કંગના, જેનિલિયા અને શ્રિયા સરન પણ એક નહીં તો બીજી ક્રિકેટટીમ સાથે જોડાયેલી છે અને તેઓ પણ પાર્ટીમાં હાજર હતી. પાર્ટીના એક મહેમાનના કહેવા મુજબ સલમાન ઘણા સમય પછી આ રીતે પાર્ટી માણતો જોવા મળ્યો હતો. તે કહે છે, ‘એક રીતે કહીએ તો સલમાનની આ અલગ પ્રકૃતિ જ જોવા મળી હતી. તેનું એક્સાઇટમેન્ટ એક સ્કૂલબૉય જેવું હતું. એમાં પણ સોહેલની ખુશી જોઈ તેના એક્સાઇટમેન્ટમાં વધારો જ થયો હતો. સલમાને આખો સમય કંગના, જેનિલિયા અને શ્રિયા સાથે ડાન્સ કર્યો હતો.’
Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK