Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Viral Video: વરસાદમાં સાયકલ પર નીકળ્યા સલમાન ખાન, ચાહકોએ લીધી મજા

Viral Video: વરસાદમાં સાયકલ પર નીકળ્યા સલમાન ખાન, ચાહકોએ લીધી મજા

07 September, 2019 10:52 AM IST | મુંબઈ

Viral Video: વરસાદમાં સાયકલ પર નીકળ્યા સલમાન ખાન, ચાહકોએ લીધી મજા

સલમાન ખાનની સાયકલ સવારી

સલમાન ખાનની સાયકલ સવારી


સલમાન ખાન બોલીવુડના સૌથી દિલચસ્પ સુપરસ્ટાર્સમાંથી એક છે. સલમાન ખાન ટ્રાફિકથી બચવા માટે પોતાના ઘરથી સ્ટુડિયો સુધી સાયકલની સવારી કરે છે. પહેલા પણ એવા અનેક વીડિયો અને ફોટોસ સામે આવ્યા છે, જેમાં સલમાન ખાન સાયકલની સવારી કરે છે. જો કે આ વખતે તેમનો અંદાજ એકદમ અલગ હતા. અને એટલે જ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સલમાનનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેની સાથે સલમાન લખ્યું છે-વરસાદમાં મુંબઈ શહેર. દબંગ 3ના શૂટિંગ માટે લોકેશન પર જઈ રહ્યો છું. આ વીડિયોમાં સાફ જોવા મળે છે કે સતત વરસાદ પડી રહ્યો છે અને સલમાન કેપ પહેરીને આરામથી સાયકલ ચલાવતા ટ્રાફિકથી બચતા બચતા જઈ રહ્યા છે. રસ્તામાં તેઓ એક ઑટો પાસેથી પસાર થાય છે તો ઑટોમાં બેઠા ફેન સેલ્ફી લઈ લે છે. થોડા આગળ જવા પર ટ્રાફિક જામમાં રોકાય છે અને એક ફેન આવીને સેલ્ફી લે છે. પછી સલમાન સ્ટુડિયો પણ પહોંચે છે અને બહાર ઉભેલા શખ્સ સાથે સાયકલ ચલાવતા ચલાવતા હાથ મિલાવીને આગળ વધી જાય છે. સલમાનનો આ કૂલ મિજાજ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

Mumbai city in d rains . . Off to the location to shoot for #dabangg3

A post shared by Salman Khan (@beingsalmankhan) onSep 6, 2019 at 8:17am PDT




ચાહકો આ વીડિયોને લાઈક કરી રહ્યા છે અને પોસ્ટને એક કલાકમાં જ 5 લાખથી વધુ લાઈક્સ મળી ગયા છે. ત્યારે જ, કેટલાક ચાહકોએ વીડિયો પર કમેન્ટ કરીને મજા પણ લીધી. એક યૂઝરે લખ્યું કે-ચાલાનથી બચી ગયા ભાઈ. તો બીજાએ લખ્યું-સાયકલ પર જ રહેજો ભાઈ. ચાલાનનો આતંક છે આજકાલ. એક યૂઝરે લખ્યું કે ચાલાનના ડરથી ભાઈ સાયકલ પર આવી ગયા.


આ પણ જુઓઃ Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

હાલ સલમાન દબંગ 3 સીરિઝનો ત્રીજો ભાગ છે. ફિલ્મના માધ્યમથી સલમાન ફરી એક વાર ચુલબુલ પાંડેના અંદાજમાં નજર આવશે. ફિલ્મનું નિર્દેશન પ્રભુ દેવા કરી રહ્યા છે. સાથે સોનાક્ષી ફિમેલ લીડમાં છે.



Whatsapp-channel Whatsapp-channel

07 September, 2019 10:52 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK