સૌથી ઝડપથી ૧૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરનારી ફિલ્મ ‘એક થા ટાઇગર’

Published: 21st August, 2012 05:27 IST

કબીર ખાનની ‘એક થા ટાઇગર’ અપેક્ષા મુજબ ખરી ઊતરી છે. આ ફિલ્મનું ઓપનિંગ જબરદસ્ત થયું છે અને સૌથી ઝડપથી ૧૦૦ કરોડ રૂપિયાનો વકરો કરનારી ફિલ્મ બની ગઈ છે.

salman-speedઇનફૅક્ટ સલમાન ખાનની અત્યાર સુધીની તમામ ફિલ્મોમાંથી આ ફિલ્મે સૌથી મોટું ઓપનિંગ મેળવ્યું છે. ‘બૉડીગાર્ડ’નો પહેલા પાંચ દિવસનો વકરો ૮૭ કરોડ રૂપિયા હતો એ આંકડાને ‘એક થા ટાઇગર’ પાર કરી ગઈ છે. ઈદને કારણે હજી કલેક્શન મલ્ટિપ્લાય થતું જ રહે એવી શક્યતાઓ છે.

 

ટ્રેડ-એક્સપર્ટ્સને લાગે છે કે આ ફિલ્મ કદાચ ૧૫૦ કરોડ રૂપિયાના આંકડાને ખૂબ આરામથી વટાવી જશે. જોકે ‘થ્રી ઇડિયટ્સ’ના ૨૦૦ કરોડ રૂપિયાના આંકડાને એ વટાવશે કે કેમ એ તો સમય જ કહી શકશે.

ટ્રેડ-ઍનલિસ્ટ અમોદ મેહરાએ કહ્યું કે ‘ફિલ્મના પહેલા પાંચ દિવસ એક્સ્ટ્રા ઑર્ડિનરી ગયા. ભલે ગુરુ અને શુક્રવારે આંકડા નીચે ગયા, પરંતુ શનિ-રવિવારે ફરી ધૂમ મચી ગઈ. અપેક્ષા છે કે ફિલ્મના વકરાનો આંકડો ૧૫૦ કરોડ રૂપિયા પર પહોંચશે. દર્શકોનો રિસ્પૉન્સ મિક્સ આવ્યો છે છતાં કલેક્શન પર એની કોઈ માઠી અસર નથી પડી. મોટા ભાગે આ ફિલ્મ ૨૦૦ કરોડ રૂપિયાને આંબશે એમ કહી શકાય.’

તરણ આદર્શનું કહેવું છે કે બીજી તરફ ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર ૨’ સારી ફિલ્મ હોવા છતાં એનું બીજું અઠવાડિયું સારું નથી ગયું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK