Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિટિઝનશિપ કાયદાના વિરોધના લપેટામાં ફસાઈ સલમાનની દબંગ 3

સિટિઝનશિપ કાયદાના વિરોધના લપેટામાં ફસાઈ સલમાનની દબંગ 3

13 January, 2020 04:32 PM IST | Mumbai

સિટિઝનશિપ કાયદાના વિરોધના લપેટામાં ફસાઈ સલમાનની દબંગ 3

દબંગ 3

દબંગ 3


સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટને કારણે દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને જોતાં ‘દબંગ 3’નાં કલેક્શન પર માઠી અસર પડી છે. તેની મોટાભાગની ફિલ્મો ઓપનિંગ વીકએન્ડમાં સો કરોડની ક્લબમાં પહોંચી જાય છે. જોકે ‘દબંગ ૩’એ શુક્રવાર, શનિવાર અને રવિવાર દરમ્યાન ફક્ત ૮૧.૧૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન, સુદીપ કિચ્ચા અને સઇ માંજરેકર જોવા મળી રહ્યા છે. સલમાનનાં ફૅન્સ અગણિત છે. જોકે દેશમાં જે પ્રકારની સ્થિતિ નિર્માણ પામી છે એને જોતાં લોકો ફિલ્મ જોવા માટે બહાર નથી નિકળી રહ્યા. આ કારણે ફિલ્મ મેકર્સને નુકસાન ભોગવવુ પડે એવી સ્થિતિ છે. સોમવારથી આ ફિલ્મ ખૂબ જ ઓછો બિઝનેસ કરે એવી શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2020 04:32 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK