Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > બિગ બોસ 13 હોસ્ટ કરવા માટે સલમાન ખાનને મળશે આટલા કરોડ રૂપિયા

બિગ બોસ 13 હોસ્ટ કરવા માટે સલમાન ખાનને મળશે આટલા કરોડ રૂપિયા

22 June, 2019 04:06 PM IST |

બિગ બોસ 13 હોસ્ટ કરવા માટે સલમાન ખાનને મળશે આટલા કરોડ રૂપિયા

બિગ બોસ 13 હોસ્ટ કરશે સલમાન ખાન

બિગ બોસ 13 હોસ્ટ કરશે સલમાન ખાન


ટીવીનો મોસ્ટ પોપ્યુલર શૉ બિગ બોસ સીઝન 13ને લઈને દર્શકોમાં રોમાંચ બની રહ્યો છે. શૉના કન્ટેસ્ટંટ, શૉની લોકેશન અને થીમ સાથે જોડાયેલી અપડેટ સતત સામે આવી રહી છે. બિગ બોસની વધુ એક સલમાન ખાન હોસ્ટ કરતા જોવા મળશે. બિગ બોસની સીઝન 13ને હોસ્ટ કરવા માટે સલમાન ખાનને જે રકમ મળવાની છે તે સીઝન 12 કરતા ઘણી વધારે છે.

મળતી માહિતી અનુસાર, સલમાન ખાનને બિગ બોસ સીઝન 13ને હોસ્ટ કરવા માટે મોટી રકમ ઓફર કરવામાં આવી છે. નવા રિપોર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે, બિગ બોસ સીઝન 13માં દરેક વિકેન્ડ એટલે કે 2 એપિસોડ માટે 31 કરોડ રૂપિયા આપવામાં આવશે. બિગ બોગ શૉમાં 13 વિકેન્ડ રહેશે એટલે કે સલમાન ખાનને બિગબોસ સીઝન 13 હોસ્ટ કરવા માટે કુલ 403 કરોડ ફી આપવામાં આવશે.



સલમાન ખાને સીઝન 12માં વિકેન્ડમાં એક એપિસોડ માટે 12 થી 14 કરોડ ફી ચાર્જ કરી હતી જ્યારે સીઝન 11માં એક એપિસોડ માટે 11 કરોડ ફી આપવામાં આવી હતી. સલમાન ખાને સીઝન 11 અને 12માં બિગ બોસ હોસ્ટ કરવા માટે 300થી 350 કરોડ ફી ચાર્જ કરી હતી જે સીઝન 13 કરતા ઘણી ઓછી છે.


આ પણ વાંચો:Breaking: ભાજપના મુખ્ય કાર્યાલયને બૉમ્બથી ઉડાવવાની મળી ધમકી

વાત કરીએ શરુઆતના સમયની તો સલમાન ખાને સીઝન 4 અને 6 હોસ્ટ કરવા માટે એક એપિસોડના 2.5 કરોડ ફી ચાર્જ કરી હતી જ્યારે સીઝન 7માં પોપ્યુલારિટી મળતા સલમાને આ ફી વધારીને 5 કરોડ કરી હતી ત્યારબાદ સીઝન 8માં આ ફી વધારીને 5.5 કરોડ કરવામાં આવી હતી. સીઝન 9માં એક એપિસોડ માટે 8 કરોડ અને સીઝન 10માં 8 કરોડ કરતા પણ વધારે ફી આપવામાં આવી હતી.


 

Whatsapp-channel Whatsapp-channel

22 June, 2019 04:06 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK