ઈદ પહેલા જ સલમાને પરિવારને આપી ભેટ: માતા-પિતાને મળવા આવ્યો મુંબઈ

Published: May 20, 2020, 16:19 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મુલાકાત લઈને થોડી જ વારમાં ભાઈજાન પનવેલ પરત ફર્યા

પિતા સલીમ ખાન સાથે સલમાન ખાન (ફાઈલ તસવીર)
પિતા સલીમ ખાન સાથે સલમાન ખાન (ફાઈલ તસવીર)

સલમાન ખાન લૉકડાઉનનો સમય પોતાના પનવેલ સ્થિત ફાર્મ હાઉસમાં પસાર કરી રહ્યાં છે. લૉકડાઉન શરૂ થયું ત્યારથી ભાઈજાન પનવેલમાં છે એટલે મુંબઈમાં રહેતા માતા-પિતાને તેઓ મળી શક્યા નથી. એટલે જાણે ઈદ પહેલા પેરેન્ટસની ભેટ આપવાનું નક્કી કર્યું હોય તે રીતે સલમાન અચાનક મમ્મી પપ્પાને મળવા પનવેલથી મુંબઈ આવી પહોચ્યા હતા.

સલમાન મંગળવારે એટલે કે 19 મે એ માતાપિતાને મળવા મુંબઈ આવ્યા હતા. તે 60 દિવસ બાદ પેરેન્ટસને મળ્ય હતા. અભિનેતાના માતા-પિતા હાલ બાંદ્રાના ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહે છે. સલમાન ખબર અંતર પુછીને તરત જ પનવેલ પરત ફર્યો હતો.

મુંબઈ મિરરના અહેવાલ પ્રમાણે, સલમાન ખાન મુંબઈમાં થોડાંક જ કલાક રોકાયો હતો અને પાછો પનવેલ ફાર્મહાઉસ જતો રહ્યો હતો. તેણે પનવેલથી મુંબઈ આવવા માટેની જરૂરી મંજૂરી લીધી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ ગાઈડલાઈનનું પૂરતું પાલન કર્યું હતું.

સલમાન બહેન અર્પિતા, જીજાજી આયુષ તથા મિત્રો જેક્લીન ફર્નાન્ડિઝ, વલુશ્ચા ડિસોઝા, લુલિયા વન્તુર, ભત્રીજો નિર્વાણ ખાન તથા અન્ય લોકો આગામી પ્રોજેક્ટની ચર્ચા માટે પનવેલાના ફાર્મહાઉસ પર ભેગા થયા હતાં અને પછી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ કારણે તેઓ ત્યાં જ રોકાઈ ગયા હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK