સલમાને પૂરું કર્યું કમિટમેન્ટ,મજૂરોના અકાઉન્ટમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર

Published: Apr 07, 2020, 21:00 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

બોલીવુડનો 'સુલ્તાન' સલમાન ખાન પોતાના કમિટમેન્ટનો પાક્કો છે. તાજેતરમાં જ તેણે જાહેરાત કરી હતી કે તે લૉકડાઉનને કારણે બેરોજગોર થયેલા ઇન્ડસ્ટ્રીના મજૂરોનો ખર્ચ ઉઠાવશે.

સલમાન ખાન (ફાઇલ ફોટો)
સલમાન ખાન (ફાઇલ ફોટો)

બોલીવુડના ઘણાં સ્ટાર્સ વડાપ્રધાન કેર્સ ફન્ડમાં દાન આપીને મદદ કરી રહ્યા છે તો કેટલાક બોલીવુડમાં કામ કરનારા લાખો મજૂરોની મદદ કરી રહ્યા છે. આ પ્રકારની બાબતોમાં સલમાન ખાન હંમેશાં આગળ રહે છે અને આ વખતે પણ સલમાન ખાને મન મૂકીને મદદ કરી છે.

બોલીવુડનો 'સુલ્તાન' સલમાન ખાન પોતાના કમિટમેન્ટનો પાક્કો છે. તાજેતરમાં જ તેણે જાહેરાત કરી હતી કે તે લૉકડાઉનને કારણે બેરોજગોર થયેલા ઇન્ડસ્ટ્રીના મજૂરોનો ખર્ચ ઉઠાવશે. નવભારત ટાઇમ્સની રિપોર્ટ પ્રમાણે મંગળવારે તેણે ફેડરેશન તરફથી મોકલવામાં આવેલા 16000 મજૂરોના બેન્ક અકાઉન્ટમાં કુલ 4 કરોડ 80 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. સલમાને આ પછી પણ મે મહિનામાં 19000 મજૂરોના અકાઉન્ટમાં 5 કરોડ 70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કમિટમેન્ટ કર્યું છે. આ રીતે બે મહિના સુધી તે મજૂરોનો ખર્ચ ઉઠાવશે અને કુલ 10 કરોડ 50 લાખ રૂપિયાની મદદ કરશે.

શૂટિંગ બંધ થતાં જ સલમાને કરી મદદની કમિટમેન્ટ. લગભગ 10 દિવસ પહેલા સલમાન ખાન પ્રૉડક્શને ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝના જનરલ સેક્રેટરી અશોક દુબે સાથે સંપર્ક કર્યો અને મજૂરોના અકાઉન્ટ નંબર માગ્યા હતા. સોમવારે 6 એપ્રિલની સાંજે સલમાન ખાને 19000 મજૂરોના બૅન્ક અકાઉન્ટ ડિટેલ્સ આપી દેવામાં આવ્યા હતા. સલમાનની ઑફિસમાં વર્કર્સના નંબર્સ પહોંચ્યા કે તેની ટીમે ઝડપ બતાવતાં 7 એપ્રિલની સાંજ સુધીમાં 16000 મજૂરોના અકાઉન્ટમાં મજૂરદીઠ 3000 રૂપિયા જમા કરાવી દીધા.

પૈસા ટ્રાન્સફર કરવા માટે અકાઉન્ટ નંબરની રાહ જોઇ રહ્યો હતો સલમાન
નવભારત ટાઇમ્સ પ્રમાણે અશોક દુબે જણાવે છે કે, "છેલ્લા 10 દિવસથી સલમાન ખાન ફિલ્મ્સ સાથે અમે વાતચીત કરી રહ્યા હતા. સલમાન ખાનની ટીમે અમારી પાસેથી વર્કર્સના અકાઉન્ટ નંબર માગ્યા હતા. અમે ગઈ કાલે તેમને 19000 મજૂરોના અકાઉન્ટ નંબર મોકલ્યા અને આજે જ તેમણે 16000 મજૂરોના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. સલમાન ખાને આ મહિને મજૂરદીઠ 3000 રૂપિયા, 16000 મજૂરોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે."

આવતાં મહિને પણ સલમાન આ રીતે જ મજૂરોની મદદ કરશે
"હકીકતે 3000 મજૂરોના અકાઉન્ટમાં આ મહિનાની શરૂઆતમાં યશરાજ ફિલ્મ્સ તરફથી મદદની રકમ જમા કરાવવામાં આવી હતી. મજૂરોના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કામ પૂરું થઈ ગયું છે, બધાં જ મજૂરોને ફોન કરીને માહિતી પણ આપી દેવામાં આવી છે. સલમાનની ટીમે કહ્યું છે કે તે આવતાં મહિને એટલે કે મે મહિનામાં બધાં એટલે કે 19000 મજૂરોના અકાઉન્ટમાં મજૂરદીઠ 3000 રૂપિયા જમા કરાવશે."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK