બજરંગી ભાઈજાનમાં કવ્વાલી ગાશે સલમાન

Published: 16th November, 2014 05:31 IST

હાલમાં સલમાન ખાન દિલ્હીમાં કરીના કપૂર ખાન સાથે કબીર ખાનની આગામી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું શૂટિંગ કરી રહ્યો છે.


bajrani-bhaijaan


આ ફિલ્મ માટેના નવા ખબર એમ આવ્યા છે કે સલમાન ફિલ્મમાં કવ્વાલી ગાતો જોવા મળશે જેનું શૂટિંગ તેણે દરગાહમાં કર્યું છે. સલમાને ગ્રીન કલરના શર્ટમાં નિઝામી બંધુઓ સાથેનો પોતાનો ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ ફિલ્મ ૨૦૧૫ના ઈદના સમયે રિલીઝ થવાની છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK