Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનની હત્યાની મળી ધમકી, પોલીસ એલર્ટ

સલમાન ખાનની હત્યાની મળી ધમકી, પોલીસ એલર્ટ

25 September, 2019 01:09 PM IST | મુંબઈ

સલમાન ખાનની હત્યાની મળી ધમકી, પોલીસ એલર્ટ

સલમાન ખાનની હત્યાની મળી ધમકી, પોલીસ એલર્ટ


બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની હત્યાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી એક સ્ટુડન્ટ યુનિયનના સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા અપાઈ છે. બે દિવસ બાદ સલમાન ખાન જોધપુર કોર્ટમાં સુનાવણીમાં હાજર રહેવાના છે. ત્યારે આ ધમકીને કારણે પોલીસ અને જોધપુરનું તંત્ર એલર્ટ થઈ ચૂક્યુ છે.

સલમાન ખાનને ફેસબુક પર સોપુ એટલે કે સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી નામના ગ્રુપ દ્વારા ગૅરી શૂટરના અકાઉન્ટથી ધમકીભર્યો મેસેજ લખવામાં આવ્યો છે. આ સોશિયલ મીડિયા પોસ્ટનો સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યો છે. બીજી તરફ આ પ્રકારની પોસ્ટને કારણે સલમાન ખાનના ફેન્સ રોષે ભરાઈ રહ્યા છે.



salman khan death threat


આરોપીએ ધમકીભર્યા મેસેજમાં લખ્યું છે કે,'વિચારી લે સલમાન, તુ ભારતના કાયદાથી બચી શકે છે, પરંતુ બિશ્નોઈ સમાજ અને સોપુ પાર્ટીના કાયદાએ તને મોતની સજા આપી છે. સોપુ અદાલતમાં તુ દોષી છે.' આ મેસેજ સાથે સલમાન ખાનનો ફોટો પણ શૅર કરાયો છે, જેના પર લાલ રંગથી ક્રોસનું નિશાન કરવામાં આવ્યું છે.

આ ધમકી સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ જોધપુરના ડીસીપી ધર્મેન્દ્ર યાદવે કહ્યું છેકે,'અમે તપાસ કરી રહ્યા છીએ. પોલીસ અને તંત્ર એલર્ટ છે. આરોપીની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં જ આ પોસ્ટ કરનાર વ્યક્તિને પકડી લેવાશે.'


આ પણ વાંચોઃ Feroz Khan:કેવી રીતે હોર્સ બ્રીડરમાંથી બન્યા બોલીવુડના સ્ટાઈલ આઈકન

ઉલ્લેખનીય છે કે કાળિયાર શિકાર કેસ મામલે 27 સપ્ટેમ્બરે સલમાન ખાન જોધપુરની કોર્ટમાં હાજર રહેવાના છે. ત્યારે આ પ્રકારની ધમકીથી સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. આ પહેલા 2018માં પણ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનની હત્યાની ધમકી આપી હતી. આ ઘટના બાદ સ્થાનિક તંત્રએ સલમાન ખાન અને કોર્ટની સુરક્ષા વધારી દીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2019 01:09 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK