અનીસ બઝમીને સલમાન ખાને હજી માફ નથી કર્યો

Published: 22nd December, 2012 10:38 IST

સલમાન ખાન દોસ્તી અને દુશ્મની બન્ને ખૂબ સારી રીતે નિભાવી જાણે છે.




૨૦૦૫માં રિલીઝ થયેલી ડિરેક્ટર અનીસ બઝમીની ‘નો એન્ટ્રી’ની સીક્વલ બનાવવાની જાહેરાત ખૂબ પહેલાં થઈ ચૂકી હતી, પરંતુ હજી એની શરૂઆત નથી થઈ શકી, કારણ કે સલમાન બિઝી છે. અહીં એવું માનવામાં આવી રહ્યું છે કે અનીસ અને સલમાન વચ્ચે ‘રેડી’ ફિલ્મના શૂટિંગ વખતે થયેલા ઝઘડા બાદ હવે સલમાન અનીસ સાથે સંબંધો સુધારવા નથી માગતો અને ફિલ્મ માટે ડેટ્સ પણ નથી આપતો એને લીધે ફિલ્મ અટકી છે. ૨૦૧૩માં પણ સલમાન ખૂબ બિઝી છે એટલે આવતા વર્ષે પણ કદાચ આ ફિલ્મ નહીં બની શકે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK