ભારતની બહાર ફિલ્મ 'ભારત' 70 દેશમાં 1,300 સ્ક્રિન્સ પર થશે રિલીઝ

Published: Jun 04, 2019, 20:54 IST

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારતની રિલીઝને હવે ગણતરીના કલાકો બાકી છે. ફિલ્મ બુધવારે ઈદના દિવસે રિલીઝ થઈ રહી છે. સલમાન ફિલ્મમાં 5 અલગ અલગ લૂકમાં જોવા મળશે. એમ પણ સલમાન ખાનની આ ફિલ્મ ખાસ છે.

 70 દેશમાં 1,300 સ્ક્રિન્સ પર રિલીઝ થશે ફિલ્મ
70 દેશમાં 1,300 સ્ક્રિન્સ પર રિલીઝ થશે ફિલ્મ

સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારતની રિલીઝને હવે ગણતરીના કલાકો બાકી છે. ફિલ્મ બુધવારે ઈદના દિવસે રિલીઝ થઈ રહી છે. સલમાન ફિલ્મમાં 5 અલગ અલગ લૂકમાં જોવા મળશે. એમ પણ સલમાન ખાનની આ ફિલ્મ ખાસ છે. ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે ફિલ્મને લઈને મહત્વની માહિતી આપી હતી. ફિલ્મ ભારત 4 કારણોસર મહત્વની માનવામાં આવે છે.

UAE અને ગલ્ફ દેશોમાં બોલીવૂડની સૌથી મોટી રિલીઝ

ફિલ્મને ગલ્ફ દેશો અને યુએઈમાં કુલ 121 જગ્યાઓ પર ફિલ્મ રિલીઝ કરવામાં આવી રહી છે. આ બોલીવૂડ તરફથી આ દેશોમાં અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. આ દેશોમાં સલમાન ખાનની ફેન ફોલોવિંગ ઘણી વધારે છે જેનો ફાયદો ફિલ્મને થશે

ઓસ્ટ્રેલિયામાં 75 કરતા પણ વધારે લોકેશન પર થશે રિલીઝ

સલમાન ખાનની ફિલ્મને ભારત સિવાય ઓસ્ટ્રેલિયામાં પણ 75થી વધારે જગ્યાએ રિલીઝ કરવામાં આવી રહી છે. સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ભારતની મોટા પ્રમાણમાં રિલીઝના કારણે સારા બિઝનેસની આશા રાખવામાં આવી રહી છે. ફિલ્મને ભારતમાં 4,000 જેટલી સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે.

સાઉદી અરબ અને ભારતમાં એક જ છે રિલીઝ ડેટ

સાઉદી અરબ અને ભારતમાં જ્યારે કોઈ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે બન્નેની જગ્યાએ ફિલ્મની રિલીઝ ડેટ અલગ અલગ રાખવામાં આવે છે જો કે સલમાન ખાનની ફિલ્મ બન્ને જગ્યાએ એક જ સમયે રિલીઝ કરવામાં આવી રહી છે. આ પહેલી વાર છે જ્યારે સલમાન ખાનની ફિલ્મ બન્ને જગ્યાએ એક જ સમયે રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો: અહીં જોવા જાવ ભારત, ફ્રીમાં મળશે લંચ-ડિનર અને મુસાફરી

70 દેશોમાં એકસાથે રિલીઝ

સુપરસ્ટાર સલમાન ખાનની ભારત 70 દેશોમાં 1,300 સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ભારત 4,000 અને વિદેશમાં 1,300 એમ કુલ 5,300 સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK