સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારતની બીજા દિવસે બંપર કમાણી

Jun 07, 2019, 16:45 IST

ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ભારત ધમાકેદાર ઈનિંગ રમી રહી છે. માત્ર 2 દિવસમાં સલમાન ખાનની ફિલ્મે ધૂમ કમાણી કરી છે. 5 જૂને રિલીઝ થયેલી ફિલ્મે પહેલા દિવસે જ 42.30 કરોડની કમાણી કરી હતી.

ભારતની બીજા દિવસે બંપર કમાણી
ભારતની બીજા દિવસે બંપર કમાણી

ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ભારત ધમાકેદાર ઈનિંગ રમી રહી છે. માત્ર 2 દિવસમાં સલમાન ખાનની ફિલ્મે ધૂમ કમાણી કરી છે. 5 જૂને રિલીઝ થયેલી ફિલ્મે પહેલા દિવસે જ 42.30 કરોડની કમાણી કરી હતી. ફિલ્મના બીજા દિવસે પણ ભારતે જોરદાર કમાણી હતી. ફિલ્મના બીજા દિવસે ભારતે 31 કરોડ રુપિયાની કમાણી કરી હતી.

ટોપ 3 સૌથી ઓપનિંગમાં સામેલ થનારી ફિલ્મ ભારત માટે બીજા દિવસે પણ ગ્રાફ સારો રહ્યો હતો. ફિલ્મે બીજા દિવસે 31 કરોડની શાનદાર કમાણી કરી હતી અને 2 દિવસના અંતે કુલ 73.30 કરોડની કમાણી કરી હતી. સલમાન ખાનની ફિલ્મ ભારતે વિકેન્ડનો ઉરપયોગ ખુબ સારી રીતે કર્યો હતો. પહેલા દિવસ પછી ફિલ્મ પાસે શુક્રવાર, શનિવાર અને રવિવાર રહેશે જે ફિલ્મની કમાણીનો ગ્રાફ વધુ ઉપર લઈ જશે.

આ પણ વાંચો: સૂર્યવંશીમાં વિલનના નવા વર્ઝનમાં હું જોવા મળીશ : ગુલશન ગ્રોવર

સામાન્ય રીતે સલમાન ખાનની મહત્તમ ફિલ્મો ઈદ પર રિલીઝ થાય છે અને નવા રેકોર્ડ બનાવતી હોય છે. ભારત કુલ કેટલી કમાણી કરશે એતો હાલ એક પ્રશ્ન છે. પરંતુ હાલ સલમાન ખાન સ્ટારર ભારત લોકોના મન પર છવાઈ રહી છે અને ફિલ્મને ધમાકેદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ ક્રિટિક્સ દ્વારા પણ ભારતને સારા રિવ્યૂ આપવામાં આવ્યા છે. ભારતે બે દિવસના અંતે 73.30 કરોડની કમાણી કરી હતી. આ સિવાય સલમાનની કોઈ પણ ફિલ્મ કરતા સૌથી વધુ ઓપનિંગ કમાણી આપનારી ફિલ્મ બની ગઈ છે. આ સાથે બોલીવૂડમાં પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં ત્રીજા સ્થાને પહોચી ગઈ હતી. વધતા ગ્રાફની સાથે લાગી રહ્યું છે કે, માત્ર 3 દિવસમાં ભારત 100 કરોડનો આંકડો પાર કરી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK