Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dabangg 3 Box Office Collection Day 4: પહોંચી 100 કરોડની આટલી નજીક

Dabangg 3 Box Office Collection Day 4: પહોંચી 100 કરોડની આટલી નજીક

24 December, 2019 06:43 PM IST | Mumbai Desk

Dabangg 3 Box Office Collection Day 4: પહોંચી 100 કરોડની આટલી નજીક

Dabangg 3 Box Office Collection Day 4: પહોંચી 100 કરોડની આટલી નજીક


ઓપનિંગ વીકએન્ડમાં નાગરિકચા સંશોધન કાનૂનને લઈને વિરોધ-પ્રદર્શનોને કારણે પ્રભાવિત થયેલી દબંગ 3ના કલેક્શન્સમાં સોમવારે ઘટાડો થયો છે. સોમવારના દબંગ 3એ 10.70 કરોડની કમાણી કરી છે. સોમવારના ફિલ્મોના કલેક્શન્સમાં સામાન્ય રીતે ઘટાડો થાય છે, કારણકે વર્કિંગ ડે શરૂ થઈ જાય છે, પણ દબંગ 3ના કલેક્શન્સની તુલના જો રવિવારના કલેક્શન્સ સાથે કરીએ તો લગભગ 66 ટકાનો ઘટાડો થયો છે.

રવિવારે ફિલ્મે 31.90 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, આ પહેલા ફિલ્મે 20 ડિસેમ્બર એટલે શુક્રવારના 24.50 કરોડની ઓપનિંગ કરી હતી, જ્યારે શનિવારે ફિલ્મે 24.75 કરોડ જમા કર્યા હતા. આ રીતે ઓપનિંગ વીકએન્ડ જ ફિલ્મે 81.15 કરોડનું કલેક્શન કરી લીધું હતું. હવે સોમવારના કલેક્શન્સને જોડવામાં આવે તો દબંગ 3નું ચાર દિવસનું નેટ કલેક્શન લગભગ 91.85 કરોડ થઈ ગયું છે. 100 કરોડના પડાવ સુધી પહોંચવા માટે દબંગ 3ના હવે 8.15 કરોડની જરૂર છે. આશા છે કે ફિલ્મની આ કમાણી મંગળવારે થઈ જશે.



દબંગ 3ને ઓપનિંગ વીકએન્ડમાં CAA પ્રૉટેસ્ટને કારણે ખૂબ જ નુકસાન પણ ઉઠાવવું પડ્યું હતું. ટ્રેડ જાણકારો પ્રમાણે જો સ્થિતિઓ સામાન્ય હોત તો દબંગ 3ના ઓપનિંગ વીકએન્ડમાં લગભગ 12 કરોડની રકમ વધારે થઈ શકી હોત. જો આવું થયું હોત તો રિલીઝના ચાર દિવસમાં દબંગ 3 સો કરોડના પડાવને સરળતાથી પાર કરી શકી હોત. આજે મંગળવારે ક્રિસમસના તહેવારની ધૂમધામ શરૂ થવાને કારણે દબંગ 3ના કલેક્શન્સમાં ઉછાળો આવવાની શક્યતા છે.



દબંગ 3 પ્રભુદેવાએ નિર્દેશિત કરી છે. ફિલ્મમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા, સઇ માંજરેકર અને કિચ્ચા સુદીપ મુખ્ય ભૂમિકાઓમાં છે. દબંગ 3 માટે આ અઠવાડિયું મહત્વનું છે, કારણકે આવતાં શુક્રવારે (27 ડિસેમ્બર)થી અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ રિલીઝ થઈ જશે, જેને લઈને દર્શકોની સાથે સાથે ટ્રેડમાં પણ ખૂબ જ ઉત્સુકતા છે. ગુડ ન્યૂઝ રાજ મેહતાએ નિર્દેશિત કરી છે.

આ પણ વાંચો : આ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે આ ગુજરાતી અભિનેત્રી

આ એક કૉમેડી ડ્રામા છે, જેમાં આઇવીએફ ટેક્નિક દ્વારા પ્રેગ્નેન્સીને સ્ટોરીનો આધાર બનાવવામાં આવ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કરીના કપૂર ફીમેલ લીડ રોલમાં છે. તો, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણી પણ મુખ્ય સ્ટાર કાસ્ટનો ભાગ છે.

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2019 06:43 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK