Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનનો ઉર્વશી ગીત પર ધમાકેદાર ડાન્સ, પ્રભુદેવા પણ જોઈને હેરાન

સલમાન ખાનનો ઉર્વશી ગીત પર ધમાકેદાર ડાન્સ, પ્રભુદેવા પણ જોઈને હેરાન

10 July, 2019 02:51 PM IST |

સલમાન ખાનનો ઉર્વશી ગીત પર ધમાકેદાર ડાન્સ, પ્રભુદેવા પણ જોઈને હેરાન

સલમાન ખાનનો ઉર્વશી ગીત પર ધમાકેદાર ડાન્સ, પ્રભુદેવા પણ જોઈને હેરાન


દબંગ સ્ટાર સલમાન ખાન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહેતો હોય છે. છેલ્લા કેટલાક દિવસથી સલમાન ખાન લગભગ રોજ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી રહ્યો છે. સલમાન ખાન ક્યારેક ભત્રીજા સાથે મસ્તી કરતા તો ક્યારેક એક્સરસાઈઝ કરતા અલગ અલગ વીડિયો પોસ્ટ કર્યા હતા. સલમાન ખાન તેના વીડિયોઝ દ્વારા તેમના ફેન્સ સાથે જોડાયેલા રહ્યા હતા.

પોતાના સોશિયલ મીડિયા પર સલમાન ખાને વધુ એક વીડિયો પોસ્ટ કરયો હતો. જે વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં સલમાન ખાન સાથે ડાયરેક્ટ પ્રભુદેવા, સાઉથ સ્ટાર કિચ્ચા સુદીપ અને સાજીદ નડિયાદવાલા દેખાઈ રહ્યા છે. વીડ્યો શૅર કરતા સલમાન ખાને કેપ્શન આપ્યું હતું કે, માસ્ટર પ્રભુદેવા સાથે ડાન્સ ક્લાસ. આ વીડિયોમાં સલમાન ખાને પ્રભુદેવા, કિચ્ચા સુદીપ અને સાજીદ નડિયાદ વાલા સાથે ઉર્વશી સોન્ગ પર ડાન્સ કર્યો હતો.



સલમાને વીડિયોમાં તેમના કોઈ સિગ્નેચર સ્ટેપ નહી પરંતુ બ્રેક ડાન્સ કરી રહ્યા છે. તેમની સાથે અન્ય કલાકારો પણ ડાન્સ કરી રહ્યા છે. સલમાન ખાન આ વીડિયોમાં ફની અંદાજમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સલમાન ખાન પોતે ડાન્સ માસ્ટર બન્યા છે અને પ્રભુદેવા સહિત અન્ય કલાકારોને બ્રેક ડાન્સ શિખવાડી રહ્યા છે. સલમાન ખાન ડાન્સમાં ઘણી ફની મોમેન્ટ પણ શૅર કરી રહ્યા છે. જેમા તેમનો ખુજલી ડાન્સ પણ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો: દર્શન રાવલ: આવી છે અમદાવાદના ચોકલેટી બોયની સક્સેસ સ્ટોરી

હાલ સલમાન ખાન તેમની આગામી ફિલ્મ દબંગ 3ને લઈને વ્યસ્ત છે. દબંગ સિરીઝના ત્રીજી ફિલ્મમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા, માહી ગિલ, સુદીપ કિચ્ચા અને અરબાઝ ખાન જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર પ્રભુદેવા છે અને પ્રોડક્શન અરબાઝ ખાન અને સલમાન ખાન કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2019 02:51 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK