સલમાન ખાન સાથે બેઠેલા આ વ્યક્તિને સાંભળી તમે પણ ક્યારેય ઉદાસ નહીં થાઓ

મુંબઈ ડેસ્ક | Jul 12, 2019, 11:55 IST

સલમાન ખાને શેર કરેલા આ વીડિયોમાં તેની સાથે જે વ્યક્તિ બેઠો છે તે એક સોલો પર્ફોર્મર છે

સલમાન ખાન
સલમાન ખાન

બોલીવુડ સ્ટાર સલમાન ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિન રહેતો હોય છે. તે સતત કોઇક ને કોઇક વીડિયો શેર કરે છે. પણ તાજેતરમાં જ સલમાન ખાને જે વીડિયો શેર કર્યો છે તેમાંથી તમને તમારા જીવનમાં આવતાં પડકારોનો સામનો કરવા માટે પ્રેરણા પૂરી પાડી શકે અને તમને સતત પ્રયત્નશીલ રહેવાની સલાહ પણ આપે છે.

હકીકતે સલમાન ખાને શેર કરેલા આ વીડિયોમાં સલમાન ખાન સાથે જે વ્યક્તિ બેઠો છે તે સોલો પર્ફોર્મર થૂપેન(Thupten) છે. સલમાને તેને ઇન્ટ્રોડ્યૂસ કરાવ્યો છે તે અરુણાચલ પ્રદેશથી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે થૂપેને શરૂઆતમાં હંમેશાં દરેક પરિસ્થિતિમાં પડકારોનો સ્વીકાર કરવાનો પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપી છે અને પછી સલમાન ખાન સાથે જૂના ગીતને અવાજ પણ આપ્યો છે.

 
 
 
View this post on Instagram

@thupten_the_solo_performer_889

A post shared by Salman Khan (@beingsalmankhan) onJul 11, 2019 at 9:14pm PDT

વીડિયોમાં જોઈ શકાય છે કે આ સોલો પર્ફોર્મરના હાથમાં તકલીફ છે પણ છતાં તે ખુશીથી જીવન જીવી રહ્યો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાનની ભારત ઇદના દિવસે રિલીઝ થઈ હતી. જેને 200 કરોજથી વધુની કમાણી કરી. હવે સલમાન ખાન તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ દબંગ 3ની શૂટિંગમાં વ્યસ્ત છે જેમાં સોનાક્ષી સિન્હાની પણ મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મને પ્રભુદેવા ડાયરેક્ટ કરે છે.

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

ઉલ્લેખનીય છે કે આ પહેલા સલમાન ખાને પોતાની એક્સ ગર્લફ્રેન્ડ યુલિયા વન્ટુરના જન્મ દિવસની ઉજવણી કરી હતી. અને તે પહેલા સલમાન ખાનનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં સલમાન ખાન, સુપરસ્ટાર સુદીપ, કોરિયોગ્રાફર પ્રભુદેવા અને સાજિદ નડિયાદવાલા દેખાઈ રહ્યા હતા. આ વીડિયોમાં ચારેય જણા ઉર્વશી ગીત પર ડાન્સ કરી રહ્યા હતા. જ્યારે આ વીડિયો વાઈરલ થયો ત્યારે કોઈને ખ્યાલ નહોતો આવ્યો કે આ વીડિયો સંગીતા બિજલાનીની બર્થ ડે પાર્ટીનો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK