શાહરુખે જન્મદિવસે ન ઉપાડ્યો સલમાનનો ફોન, પછી જાણો શું થયું?

Published: Nov 03, 2019, 12:45 IST | મુંબઈ ડેસ્ક

આ પહેલા સલમાન ખાને શાહરુખ ખાનને પોન પણ કર્યો હતો, પણ શાહરુખે ફોનનો જવાબ ન આપ્યો.

બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન 54 વર્ષનો થઈ ગયો છે અમે વિશ્વભરમાં તેના જન્મદિવસનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. બોલીવુડ સહિત અને હસ્તીઓએ શાહરુખ ખાનને જન્મદિવસની શુભેચ્છાઓ આપી.

આ બધાંની સાથે જ સલમાન ખાન પણ ક્યાંય પાછળ રહ્યો નથી અને તેણે પણ શાહરુ ખાનને શુભેચ્છાઓ આપવા વીડિયો બનાવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે. આ પહેલા સલમાન ખાને શાહરુખ ખાનને પોન પણ કર્યો હતો, પણ શાહરુખે ફોનનો જવાબ ન આપ્યો.

હાં, સલમાન ખાને પોતે આ વાતની માહિતી આપી છે અને તેણે શાહરુખ ખાનને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા માટે પોન કર્યો હતો, પણ તેણે ફોન ન ઉપાડ્યો. હકીકતે, સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા, જેકલીન ફર્નાન્ડિઝ, ડેઝી શાહ, આયુષ શર્મા, સોહેલ ખાન પણ જોવા મળે છે.

 
 
 
View this post on Instagram

Happy bday khan Saab. . Hamare industry ka king khan @iamsrk

A post shared by Chulbul Pandey (@beingsalmankhan) onNov 2, 2019 at 12:38pm PDT

વીડિયોમાં દેખાય છે કે બધાં સ્ટાર્સ શાહરુખ ખાનને બર્થડે વિશ કરી રહ્યો છે અને સલમાન ખાન શાહરુખ ખાનના સિગ્નેચર સ્ટાઈલમાં ઊભો છે. શાહરુખ ખાનને જન્મ દિવસની વધામણી આપ્યા પછી સલમાન ખાન કહે છે કે શાહરુખ મેં તને ફોન કર્યો હતો. ઉપાડી તો લેવો હતો ફોન...... તેના પછી અન્ય સ્ટાર્સ શાહરુખ ખાનના ફોન ન ફપાડવા પર ગલત બાત ગલત બાત કહે છે.

સલમાન ખાને આ વીડિયોને કૅપ્શન પણ ખૂબ જ સરસ આપ્યું છે. તેણે વીડિયો શૅર કરતાં લખ્યું છે, "હેપ્પી બર્થડે ખાન સાહેબ, અમારી ઇન્ડસ્ટ્રીના કિંગ ખાન, શાહરુખ ખાન." સલમાનની આ પોસ્ટ પર પણ લોકો શાહરુખ ખાનને બર્થડે વિશ કરી રહ્યા છે. જણાવીએ કે શાહરુખ ખાનને વિશ કરવા માટે વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્ઝ ખલીફા પર સ્પેશિયલ લાઇટિંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

આ લાઇટિંગ દ્વારા શાહરુખ ખાનને વિશ કરવામાં આવ્યું હતું. શાહરુખ ખાને આ ઉજવણીનો વીડિયો ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK