સલમાન ખાને શૅર કરી પોતાની નવી તસવીર, દબંગ ખાનનો આ લૂક છે બિલકૂલ અનસીન

Published: Jul 14, 2020, 20:50 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

સલમાન ખાનની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તેનો આ અનેરો અંદાજ જોવા મળે છે.

સલમાન ખાન(ફાઇલ ફોટો)
સલમાન ખાન(ફાઇલ ફોટો)

બોલીવુડ અભિનેતા સલમાન ખાન છેલ્લા કેટલાય દિવસોથી પોતાના પનવેલવાળા ફાર્મ હાઉસ પર રહે છે. અભિનેતા ફાર્મ હાઉસમાંથી પોતાની તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે. જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. હવે સલમાન ખાનની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં તેનો આ અનેરો અંદાજ જોવા મળે છે.

સલમાન ખાને આ તસવીર પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે, જેમાં તે માટીમાં લથપથ જમીન પર બેઠેલો જોવા મળે છે. તસવીર શૅર કરતાં અભિનેતાએ કૅપ્શનમાં લખ્યું, "બધાં ખેડૂતો માટે સમ્માન છે." સલમાનની આ તસવીર પર લાખો લાઇક્સ મળ્યા છે કોમેન્ટ કરીને ચાહકો પોતાની જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

Daane daane pe likha hota hai khane wale Ka naam... jai jawan ! jai kissan !

A post shared by Salman Khan (@beingsalmankhan) onJul 11, 2020 at 9:11am PDT

આ પહેલા પણ સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી હતી, જેમાં તે ખેતી કરતાં જોવા મળ્યા હતા. અભિનેતાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય થઈ રહી છે. સલમાને તસવીર શૅર કરતા લખ્યું કે, "દાને દાને પર લિખા હોતા હૈ ખાને વાલે કા નામ. જય જવાન જય કિસાન."

 
 
 
View this post on Instagram

Respect to all the farmers . .

A post shared by Salman Khan (@beingsalmankhan) onJul 14, 2020 at 3:42am PDT

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન છેલ્લે ફિલ્મ 'દબંગ 3'માં જોવા મળ્યા હતા. સલમાન હવે ટૂંક સમયમાં જ પોતાની અપકમિંગ ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ'માં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાન સિવાય જેકી શ્રૉફ, રણદીપ હુડ્ડા અને દિશા પટાણી મુખ્ય ભૂમિકા ભજવતાં જોવા મળશે. ફિલ્મ ડાયરેક્ટર પ્રભુ દેવા અને પ્રૉડ્યૂસ અતુલ અગ્નિહોત્રી કરી રહ્યા છે. સલમાન ખાનના ચાહકો ફિલ્મ રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK