Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાને કાંઈક આવા અંદાજમાં મોકલી ચિઠ્ઠી, વીડિયો વાયરલ

સલમાન ખાને કાંઈક આવા અંદાજમાં મોકલી ચિઠ્ઠી, વીડિયો વાયરલ

21 July, 2019 12:41 PM IST | મુંબઈ

સલમાન ખાને કાંઈક આવા અંદાજમાં મોકલી ચિઠ્ઠી, વીડિયો વાયરલ

સલમાન ખાને કાંઈક આવા અંદાજમાં મોકલી ચિઠ્

સલમાન ખાને કાંઈક આવા અંદાજમાં મોકલી ચિઠ્


બોલીવુડના ભાઈજાન સલમાન ખાનનો સોશિયલ મીડિયા પર પણ અલગ અંદાજ છે. હાલ સોશિયલ મીડિયા પર સલમાન ખાન પોતાની ફિટનેસના વીડિયો શેર કરી રહ્યા છે. અને તેના વચ્ચે એક-બે ફની વીડિયો પણ શેર કરે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેતા સલમાન ખાને હવે ડિજિટલ રીતે નહીં પરંતુ જૂની સ્ટાઈલમાં ચિઠ્ઠી પોસ્ટ કરી છે. સલમાને ચિઠ્ઠી પોસ્ટ કરતો એક વીડિયો પણ બનાવ્યો છે અને દર્શકો માટે શેર પણ કર્યો છે.

સલમાન ખાને ટ્વિટર અને ઈંસ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં સલમાન ખાન એ કવરને જૂના અંદાજમાં જીભથી ચિપકાવી રહ્યા છે અને તેને પોસ્ટ કર્યો છે. ખરેખર સલમાન ખાને આ ચિઠ્ઠી કોઈ પોસ્ટ ઑફિસમાં શેર નથી કરી, પરંતુ આમ જ મજાકિયા અંદાજમાં આ ફની વીડિયો બનાવ્યો છે. સલમાનનો આ મજાકિયો અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચુક્યા છે.

 
 
 
View this post on Instagram

Posting the old fashioned way...

A post shared by Salman Khan (@beingsalmankhan) onJul 20, 2019 at 6:44am PDT




સલમાને આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે જૂના દોરની જેમ પોસ્ટ કરવાની એક કોશિશ. આ વીડિયોમાં સલમાન પોતાની સિગ્નેચર બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યા. આ વીડિયો પર લોકો પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. સલમાન ખાનના આ અંદાજની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

હાલમાં જ એક્સ ગર્લફ્રેન્ડને લઈને આપેલા એક નિવેદનને લઈને સલમાન ખાન ફરી સમાચારોમાં છે. સલમાનનું કહેવું છે કે તેઓ પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સાથે ફ્રેન્ડલી રીલેશન રાખે છે. અને તે દુનિયામાં સૌથી ખૂબસૂરત વસ્તુ છે અને તેમને તેમની કોઈ પણ પૂર્વ પ્રેમિકા સાથે ફિલ્મ કરવામાં કોઈ વાંધો નથી. સલમાને કહ્યું કે, "જો લાઈફમાં તમે કોઈનાથી અલગ થયા છો તો તમે ફરી સાથે પણ આવી શકો છો. તમે મિત્રો બની શકો છો અને કામ કરી શકો છો."


આ પણ જુઓઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

જણાવી દઈએ કે હાલ સલમાન ખાન ફિલ્મ દબંગ 3ને લઈને ચર્ચામાં છે, જેને પ્રભુદેવા ડાયરેક્ટ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 12:41 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK