સોનાક્ષી કે લિએ સલમાન કુછ ભી કરેગા

Published: 13th December, 2012 05:08 IST

‘દબંગ ૨’ના પ્રમોશન માટે સિરિયલના સેટ પર એકાએક આવી પહોંચેલી ફિલ્મની હિરોઇનનો સમાવેશ કરવા માટે સલ્લુએ ફરીથી લખાવ્યા સંવાદોસલમાન ખાન ગમે તે સંજોગોમાં પોતાની જીદ પૂરી કરવા માટે જાણીતો છે. હાલમાં સલમાન સ્ટાર પ્લસના શો ‘દિયા ઔર બાતી હમ’ના સેટ પર પોતાની આગામી ફિલ્મ ‘દબંગ ૨’ના પ્રમોશન માટે આવ્યો હતો. પહેલાં સલમાન એકલો જ આ શો પર આવવાનો હતો એટલે શોની સ્ક્રિપ્ટ એ રીતે જ લખવામાં આવી હતી. જોકે પછી એકાએક ફિલ્મની હિરોઇન સોનાક્ષી સિંહા પણ સેટ આવી ચડતાં સલમાને પછી તેનો સમાવેશ કરવા માટે નવેસરથી સ્ક્રિપ્ટ લખાવી હતી.

આ વિશે વાત કરતાં શો સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘પહેલાં સલમાન એકલો જ આ શોમાં આવવાનો હતો એટલે અમે સ્ક્રિપ્ટ એ રીતે લખી હતી. તે આ શોમાં ઇન્ડિયન પોલીસ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહેલી સંધ્યાને ટેકો આપવાનો છે. શોના ટ્રૅક પ્રમાણે સંધ્યા અને સૂરજ આ પરીક્ષાની તૈયારી કરવા માટે ઘરવાળાઓથી સંતાઈને નાઇટસ્કૂલમાં અભ્યાસ કરે છે. જોકે પછી સોનાક્ષીએ પણ છેલ્લી ઘડીએ શોમાં મિસિસ પાંડે તરીકે હાજરી આપી છે.’

‘દબંગ’ની સીક્વલમાં શું કામ નથી સોનુ સૂદ?


સલમાન ખાનની ‘દબંગ’માં છેદી સિંહનો વિલનનો રોલ કરીને ભારે લોકપ્રિયતા મેળવનાર સોનુ સિંહને આ ફિલ્મની સીક્વલ ‘દબંગ ૨’માં સ્થાન નથી મળ્યું. આ ઘટનાક્રમ વિશેનું મુખ્ય કારણ જણાવતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છેઽ ‘સોનુ અને અરબાઝ ખાન બન્ને ‘દબંગ ૨’ની સીક્વલમાં સાથે કામ કરવા માટે તલપાપડ હતા. જોકે પછી વાત જામી નહોતી અને પ્રકાશ રાજને ‘દબંગ ૨’ના મુખ્ય વિલન તરીકે સાઇન કરવામાં આવ્યો હતો.’

‘દબંગ ૨’માં સોનુનો સમાવેશ ન કરવા પાછળના કારણની સ્પષ્ટતા કરતાં અરબાઝ કહે છે, ‘અમે જ્યારે આ સીક્વલ પર કામ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે સોનુના ટ્રૅકને મુખ્ય બનાવવાનો વિચાર કર્યો હતો. જોકે પછી અમને બન્નેને અહેસાસ થયો કે આમ કરવાથી ફિલ્મ સાથે અન્યાય થઈ જશે અને એટલે અમે સમજદારીપૂર્વક આ ફિલ્મમાં કામ ન કરવાનો નિર્ણય લીધો. જોકે અમે ભવિષ્યમાં બીજા કોઈ પ્રોજેક્ટમાં ચોક્કસ સાથે કામ કરીશું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK