Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી સાથે કામ કરવા માટે છોકરીઓ પતિ છોડી દે છે, પ્રિયંકાએ...:સલમાન

મારી સાથે કામ કરવા માટે છોકરીઓ પતિ છોડી દે છે, પ્રિયંકાએ...:સલમાન

22 May, 2019 03:25 PM IST |

મારી સાથે કામ કરવા માટે છોકરીઓ પતિ છોડી દે છે, પ્રિયંકાએ...:સલમાન

ભારતમાં સલમાન ખાન સાથે કેટરિના જોવા મળશે

ભારતમાં સલમાન ખાન સાથે કેટરિના જોવા મળશે


ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચને તેમની આગામી ફિલ્મ ભારતને લઈને પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ મોકા પર એક ઈન્ટરવ્યૂમાં જ્યારે પ્રિયંકા ચોપરા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ક્હયું કે, પ્રિયંકા ચોપરાએ વીરતાનું કામ કર્યું છે પ્રિયંકાએ તેમની સાથેની ફિલ્મ છોડીને લગ્ન કરી લીધા. સલમાન ખાને વાતો વાતોમાં કહ્યું હતું કે, છોકરીઓ મારી સાથે કામ કરવા માટે પતિને છોડવા તૈયાર થઈ જાય છે પરંતુ પ્રિયંકા ચોપરાએ ભારત જેવી મોટી ફિલ્મ છોડી દીધી.



આ વિશે સલમાને કહ્યું હતું કે, એક દિવસ પ્રિયંકા મારી પાસે આવી હતી અને કહેવા લાગી કે તેમના લગ્ન થવાના છે તો ફિલ્મ ભારત કરી શકશે નહી.' આ વિશે વાત કરતા સલમાને પ્રિયંકાને કહ્યું કે લગ્નની તારીખ આગળ લઈ લે તો પ્રિયંકાએ કહ્યું હતું કે તેમના લગ્નની તારીખ અને ફિલ્મની શૂટિંગની તારીખ નક્કી નથી. ત્યારબાદ સલમાને પ્રિયંકાને સીધુ પૂછ્યું હતું કે, શું તમે ફિલ્મ છોડવાનું કહેવા આવ્યા છો તો પ્રિયંકાએ જવાબમાં હા કહી હતી ત્યારે સલમાને વાંધો ઉઠાવ્યો હતો નહી.


આ પણ વાંચો: કેટલાક પ્રોડ્યુસરે મને કારણ વગર ફિલ્મમાંથી બહાર કાઢી હતી : શિલ્પા શેટ્ટી

ત્યારબાદ સલમાન ખાનએ પ્રિયંકાને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, 'આ તમારો પોતાનો નિર્ણય છે કે તમે લગ્ન કરી રહ્યા છો, તમે ખૂબ મહેનત કરી છે કરિઅરની આ ઉંચાઈ પર પહોચવા માટે. પણ હવે કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ છોડીને જઈ રહી છે. હવે તમારા મગજમાં પણ તે પણ ચાલી રહ્યું છે કે જો તમે ફિલ્મમાં કામ કરવાથી ના કરશો તો સલમાન હવે તમારી સાથે કામ કરશે નહી.
આ બધી બાબતો પછી પણ જો તમે લગ્ન કરવાનો નિર્ણય લેતા હોય તો પણ તે સારો સ્ટેપ છે. સામાન્ય રીતે લોકો ફિલ્મમાં મારી સાથે કામ કરવા માટે મારા પતિને છોડશે, પરંતુ પ્રિયંકાએ ફિલ્મ છોડી દીધી છે. '


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2019 03:25 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK