સલમાન ખાને ક્યા કારણથી ઇન્શાઅલ્લાહ નથી કરી તેનો કર્યો ખુલાસો

Published: Sep 24, 2019, 18:57 IST | મુંબઈ ડેસ્ક

હવે સલમાને જણાવ્યું કે તે કેમ સંજય લીલા ભણસાલીની ફિલ્મનો ભાગ નથી.

સલમાન ખાન
સલમાન ખાન

'હમ દિલ દે ચુકે સનમ' જેવી બ્લૉક બસ્ટર ફિલ્મો પછી સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન ફરી એકવાર 'ઇંશાઅલ્લાહ' ફિલ્મમાં સાથે કામ કરવાના હતા, પણ સલમાને શૂટિંગ શરૂ થવાના ફક્ત થોડાક દિવસ પહેલા જ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. હવે સલમાને જણાવ્યું કે તે કેમ સંજય લીલા ભણસાલીની ફિલ્મનો ભાગ નથી.

બોલીવુડ અભિનેતા સલમાન ખાને પીટીઆઇના ઇન્ટરવ્યૂમાં ઇંશાઅલ્લાહ ફિલ્મમાંથી બૅકઆઉટ કરવાનું કારણ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, "સંજય મારા ખૂબ જ સારા મિત્ર છે, અને હંમેશા રહેશે, ઇંશાઅલ્લાહનો અર્થ થાય છે અલ્લાહની મરજી હોય છે, મને નથી લાગતું કે આ ફિલ્મ કરવા માટે અલ્લાહની મરજી હતી."

જણાવીએ કે સલમાન ખાન પહેલી વાર આ ફિલ્મમાં અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે દેખાવાનો હતો. ફિલ્મની શૂટિંગ શરૂ થવાની જ હતી કે તેના ત્રણ દિવસ પહેલા સલમાન ખાને પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી ફિલ્મનો ભાગ ન રહેવાની માહિતી આપી હતી. સલમાને લખ્યું, "સંજય લીલા ભણસાલી સાથેની ફિલ્મ ઇન્શાઅલ્લાહ અટકી ગઈ છે, પણ હું ટૂંક સમયમાં જ તમને મળીશ ઇદ પર."

ઉલ્લેખનીય છે કે ફિલ્મના શૂટિંગની તારીખ પણ નક્કી કરી દેવામાં આવી હતી, પણ સલમાન ખાનના બૅકઆઉટ કરવાથી ફિલ્મ ધીમી પડી ગઈ છે. આ માહિતી ભણસાલી પ્રૉડક્શન દ્વારા આપવામાં આવી હતી. એક પોસ્ટ શૅર કરતાં જણાવવામાં આવ્યું હતું, "ભણસાલી પ્રૉડક્શને એ નક્કી કર્યું છે કે હાલ તે ઇન્શાઅલ્લાહ સાથે આગળ નહીં વધે, વધુ માહિતી ટૂંક સમયમાં જ આપવામાં આવશે."

આ પણ વાંચો : આવી રહ્યું છે તમારા પ્રિય ગાયક નીરવ બારોટનું નવું ગીત- 'આશરો'

નોંધનીય છે કે સલમાન ખાન ટૂંક સમયમાં જ પોતાના ચાહકો માટે 'દબંગ 3' લઇને આવી રહ્યો છે. આ ફિલ્મ 19 ડિસેમ્બરના રિલીઝ થવાની છે. આ સિવાય સંજય લીલા ભણસાલી હવે આલિયા ભટ્ટને કાસ્ટ કરીને 'ગંગૂબાઈ' બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મની શૂટિંગ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK