સલમાન ખાને 'ઈન્શાલ્લાહ' અંગે કર્યો મહત્વનો ખુલાસો

Published: Sep 19, 2019, 16:31 IST | મુંબઈ

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને ફિલ્મ ઈન્શાલ્લાહ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. IIFA એવોર્ડમાં સલમાન ખાને સ્પષ્ટતા કરી છે કે તેઓ સંજય લીલા ભણસાલીની ફિલ્મનો ભાગ નથી

. ઈન્શાલ્લાહ અંગે પૂછવા પર સલમાન ખાને કહ્યું હાલ તો ફિલ્મ નથી બની રહી. ઈન્શાલ્લાહ બનશે પરંતુ કમ સે કમ મારી સાથે તો નહીં બને.

આઈફા એવોર્ડમાં સલમાન ખાન મહેશ માંજરેકરની પુત્રી સઈ માંજરેકર સાથે પહોંચ્યા હતા. સઈ સલમાન ખાન સાથે 'દબંગ 3'માં દેખાવાની છે. સલમાન સઈને આઈફાની ગાલા ઈવેન્ટમાં ઈન્ટ્રોડ્યુસ કરતા કહ્યું કે ઘણા સમય પહેલા તેણે આ જ રીતે IIFAમાં સોનાક્ષી સિંહાને ઈન્ટ્રોડ્યુસ કરી હતી. હવે સઈનો વારો છે. ત્યારે જ એક રિપોર્ટરે સલમાનને પૂછ્યું કે શું સઈ માંજરેકર પણ સોનાક્ષીની જેમ સિલ્વરસ્ક્રીન પર હિટ રહેશે? તો સલમાન ખાને મજાક કરતા કહ્યું,'ઈન્શાલ્લાહ. હું ફિલ્મની વાત નથી કરી રહ્યો.' આ મજાકિયા જવાબ બાદ જ્યારે એક રિપોર્ટરે સલમાનને પુછ્યું કે ઈન્શાલ્લાહ સાથે શું ગરબડ છે. તમે તમારા ગમતા ડિરેક્ટરોમાંના એક સંજયલીલા ભણસાલી સાથે 19 વર્ષ બાદ કામ કરવાના હતા. તો જવાબમાં સલમાને એટલું જ કહ્યું,'હાલ તો ફિલ્મ નથી બની રહી. ઈન્શાલ્લાહ બનશે પરંતુ કમ સે કમ મારી સાથે તો નહીં બને'

આ પણ વાંચોઃ IIFA Awards 2019:કંઈક આવા પ્રકારના કપડામાં દેખાયા બોલીવુડ સ્ટાર્સ

કેટલાક દિવસો પહેલા સલમાન ખાને ટ્વિટ કર્યું હતું કે સંજય લીલા ભણસાલીની પિલ્મ અટકી ગઈ છે. પણ છતાંય હું ઈદ 2020 પર આવવાનો છું. ઈન્શાલ્લાહ. વર્ષ 1996માં સલમાન ખાને સંજય લીલા ભણસાલની ડેબ્યુ ફિલ્મ 'ખામોશી ધ મ્યુઝિકલ'માં કામ કર્યું હતું. બાદમાં બંનેએ 199માં સાથે હમ દિલ દે ચુકે સનમમાં કામ કર્યું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. સલમાન ખાન સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયામાં કેમિયો પણ કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે ઈન્શાલ્લાહનું શૂટિંગ દબંગ 3ના શૂટિંગ બાદ શરૂ થવાનું હતું. ફિલ્મમાં આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK