Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાને ઈદીમાં ચાહકોને આપી ભેટ, રિલીઝ કર્યું નવું ગીત 'Bhai Bhai'

સલમાન ખાને ઈદીમાં ચાહકોને આપી ભેટ, રિલીઝ કર્યું નવું ગીત 'Bhai Bhai'

26 May, 2020 12:51 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સલમાન ખાને ઈદીમાં ચાહકોને આપી ભેટ, રિલીઝ કર્યું નવું ગીત 'Bhai Bhai'

સલમાન ખાન

સલમાન ખાન


બોલીવુડ ચાહકો માટે ફરી આ વર્ષે ઇદનો અર્થ 'દબંગ' સ્ટાર સલમાન ખાનની ફિલ્મ હોય છે. તો કોરોના વાયરસ મહામારીને કારણે આ વખતે સલમાનના ચાહકો થોડાંક ઉદાસ હતા કારણકે તેમના ફેવરિટ સ્ટાર તેમને પોતાની ફિલ્મવાળી ઇદી આપી શક્યા નહીં. પણ સલમાન ખાને ફરી એકવાર સાબિત કર્યું કે તે પોતાના ચાહકો માટે દરેક મુશ્કેલીનો સામનો કરીને તેમની પાસે પહોંચવા તૈયાર રહે છે. અને એટલે જ આ ઇદના અવસરે એટલે કે રવિવારે મોડી રાતે સલમાન ખાને પોતાનું નવું ગીત ભાઈ ભાઈ રિલીઝ કરી દીધું છે.

ઈદના આ પાવન અવસરે સલમાન ખાને ભાઈચારાનો સંદેશ આપતા પોતાનું નવું ગીત આજે રિલીઝ કરી દીધું છે. ગીતમાં સલમાન ખાન ખૂબ જ નેચરલ અંદાજમાં જોવા મળે છે. ભાઈજાનની દીવાનગીનો અંદાજો આ વાત પરથી પણ લગાડી શકાય છે કે હજી આ ગીત રિલીઝ થયાને 12 કલાક પણ નથી થયા અને અત્યાર સુધી 38 લાખથી પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. અહીં જુઓ આ ગીત...




ઉલ્લેખનીય છે કે પનવેલ ફાર્મ હાઉસમાં રહેતા સલમાન ખાને પોતાના અવાજમાં ત્રીજુ ગીત રિલીઝ કર્યું છે. આ પહેલા તેમણે ફાર્મ હાઉસમાંથી 'પ્યાર કોરાના' અને 'તેરે બિના' નામના અન્ય બે ગીત રિલીઝ કરી ચૂક્યા છે.

નોંધનીય છે કે આ વર્ષે પણ સલમાન ખાનની ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ' ઇદના અવસરે રિલીઝ કરવા માટે તૈયાર હતા. પણ કોરોના વાયરસ માહમારીને કારણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી છે. સલમાન ખાન દરવર્ષે ઈદ પર 'વૉન્ટેડ', 'દબંગ', 'સુલ્તાન', 'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મોને રિલીઝ કરીને પોતાના ચાહકોને સર્પ્રાઇઝ આપે છે.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2020 12:51 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK