Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભાણીયા આહિલની બર્થ-ડે પાર્ટીમાં પહોચ્યો સલમાન ખાન

ભાણીયા આહિલની બર્થ-ડે પાર્ટીમાં પહોચ્યો સલમાન ખાન

31 March, 2019 05:24 PM IST |

ભાણીયા આહિલની બર્થ-ડે પાર્ટીમાં પહોચ્યો સલમાન ખાન

શુટીંગમાંથી સમય કાઢીને ભાણીયાના બર્થ-ડેમાં પહોંચ્યો સલમાન

શુટીંગમાંથી સમય કાઢીને ભાણીયાના બર્થ-ડેમાં પહોંચ્યો સલમાન


સલમાન ખાન તેના ભાણીયા આહિલ માટે ખાસ છે. સલમાન ખાન ઘણી વાર આહિલ સાથે મસ્તી કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. શનિવારે આહિલ બર્થ-ડે પાર્ટીના સેલિબ્રેશન માટે પહોચ્યો હતો. આહિલની બર્થ-ડે પાર્ટી પનવેલના ફાર્મહાઉસ પર રાખવામાં આવી હતી અને આ પાર્ટીમાં ખાન પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.

ભાણીયા આહિલના 3 વર્ષની બર્થ-ડે પાર્ટીનું કરાયું આયોજન



આયુષ શર્મા અને અર્પિતા ખાનના પુત્રના 3 વર્ષ પૂરા થવા પર બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સલમાન ખાન તેના વ્યસ્ત સિડ્યૂલમાંથી ટાઈમ કાઢીને પાર્ટીમાં પહોચ્યો હતો. પાર્ટીમાં પણ આહિલ મામા સલમાન ખાન સાથે મસ્તી કરતા જોવા મળ્યો હતો. પાર્ટીનો વીડિયો અતુલ અગ્નિહોત્રીએ ઈન્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ વીડિયોમાં આયુષ શર્મા અને અર્પિતા ખાન સાથે આહિલ કેક કાપતા દેખાઈ રહ્યો છે. પાર્ટીની થીમ એવેન્જર થીમ પર રાખવામાં આવી હતી.


શુટીંગમાંથી સમય કાઢીને સલમાન ભાણીયાના બર્થ-ડેમાં પહોંચ્યો

પાર્ટીમા સલમાન ખાનનું આવાનું નક્કી હતુ નહી. પરંતુ ભાણીયાની બર્થ-ડે સલમાન ખાન કઈ રીતે ચૂકી શકે. પોતાના શૂંટિગમાંથી સમય કાઢીને પાર્ટીમાં પહોચ્યો હતો. પાર્ટીમાં સોહેલ ખાન અને અરબાઝ ખાન પણ હાજર રહ્યા હતા


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2019 05:24 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK