Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાને કામ આપવાનો વાયદો કર્યો હતો સરોજ ખાનને

સલમાને કામ આપવાનો વાયદો કર્યો હતો સરોજ ખાનને

04 July, 2020 12:59 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાને કામ આપવાનો વાયદો કર્યો હતો સરોજ ખાનને

સલમાને કામ આપવાનો વાયદો કર્યો હતો સરોજ ખાનને


સરોજ ખાનનું કહેવું છે કે તેને કામ મળવાનું બંધ થઈ ગયું હતું, પરંતુ સલમાન ખાને તેને કામ આપવાનું વચન આપ્યું હતું. સરોજ ખાન છેલ્લાં ૪૦ વર્ષથી બૉલીવુડમાં કોરિયોગ્રાફી કરી રહ્યાં છે અને તેમને છેલ્લાં ઘણાં વર્ષોથી કામ નહોતું મળી રહ્યું. તેઓ યુવાન ઍક્ટ્રેસને ડાન્સ શીખવીને તેમના દિવસો ગાળી રહ્યાં હતાં. સલમાન ખાને આપેલા વચન વિશે સરોજ ખાને કહ્યું હતું કે ‘સલમાન મને મળ્યો હતો ત્યારે તેણે મને પૂછ્યું હતું કે આજકાલ હું શું કરી રહી છું. મેં તેને ચોખ્ખું કહ્યું હતું કે મારી પાસે કોઈ કામ ન હોવાથી હું યુવાન ઍક્ટ્રેસને શાસ્ત્રીય સંગીત શીખવી રહી છું. ત્યારે સલમાને કહ્યું હતું કે હવે તમે મારી સાથે કામ કરશો? હું જાણુ છું કે સલમાન તેની જબાનનો પાકો છે.’

આજની ઍક્ટ્રેસને સરોજ ખાન સાથે કામ નહોતું કરવું?



સરોજ ખાનને બૉલીવુડમાં માસ્ટરજી અને ઘણાંબધાં નામથી બોલાવવામાં આવે છે. જોકે તેમની સાથે આજની કોઈ અભિનેત્રી કામ કરવા નહોતી માગતી એવી ચર્ચા છે. સરોજ ખાન છેલ્લાં ૪૦ વર્ષથી બૉલીવુડમાં કામ કરી રહ્યાં હતાં અને તેમણે ઘણી અભિનેત્રીઓને તેમનાં ડાન્સ સ્ટેપ દ્વારા લોકપ્રિય બનાવી હતી. એક સમય હતો જ્યારે શ્રીદેવી, માધુરી દીક્ષિત નેને, ઐશ્વર્યા રાય બચ્ચન અને કરીના કપૂર ખાન જેવી અભિનેત્રીઓ તેમનાં ડાન્સ સ્ટેપ દ્વારા ખૂબ જ ફેમસ થઈ હતી. જોકે આ માટે તેમણે ઘણી મહેનત કરવી પડી હતી. સરોજ ખાન છેલ્લા ઘણા સમયથી બૉલીવુડથી દૂર રહ્યાં હતાં, કારણ કે તેમને કામ નહોતું મળી રહ્યું. આ કામ ન મળવાનું કારણ એ હતું કે આજની અભિનેત્રીઓ તેમની સાથે કામ કરવા નહોતી માગતી. સરોજ ખાનનાં ડાન્સ સ્ટેપ ખૂબ જ શાર્પ હોય છે અને એથી જ એ કરવામાં તેઓ આનાકાની કરતી હોવાની વાતો ચાલી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2020 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK