મુન્ના બદનામ હુઆમાં પ્રભુદેવાની એન્ટ્રી સલમાનનો હુકમ

Published: Nov 30, 2019, 10:43 IST | UPALA K B R | Mumbai

સૌ કોઈ જાણ‌ે છે કે ડાન્સમાં પ્રભુદેવા માસ્ટર છે. એથી જ સલમાનનુ પણ માનવું છે કે આ બન્નેનો ડાન્સ લોકોને આકર્ષિત કરશે.

સલમાન ખાન અને પ્રભુદેવા
સલમાન ખાન અને પ્રભુદેવા

સલમાન ખાને ‘દબંગ 3’નાં ગીત ‘મુન્ના બદનામ હુઆ’માં પ્રભુદેવાને છેલ્લી ઘડીએ સામેલ કર્યો હતો. ૨૦૧૦માં આવેલી ‘દબંગ’નું ‘મુન્ની બદનામ હુઇ’ ગીત ખાસ્સુ ફૅમસ થયુ હતું. ‘દબંગ 3’માં આ ગીતને ‘મુન્ના બદનામ હુઆ’ તરીકે લેવામાં આવ્યું છે. આ ગીતમાં સલમાનની સાથે વરીના હુસૈન પણ જોવા મળશે. આ ગીતની કૉરિયોગ્રાફી વૈભવી મર્ચન્ટે કરી છે. મહેબૂબ સ્ટૂડિયોમાં આ ગીતનાં અમુક ભાગનું શૂટિંગ થયા બાદ સલમાને વૈભવીને સલાહ આપી કે તેને અને પ્રભુદેવાને આ ગીતમાં ડાન્સ કરતાં દેખાડવામાં આવે. સૌ કોઈ જાણ‌ે છે કે ડાન્સમાં પ્રભુદેવા માસ્ટર છે. એથી જ સલમાનનુ પણ માનવું છે કે આ બન્નેનો ડાન્સ લોકોને આકર્ષિત કરશે. પ્રભુદેવા જ્યારે આ ગીતમાં ડાન્સ કરવા માટે રાજી થઈ ગયો તો સલમાને તરત જ તેની બહેન અલવીરા અગ્નિહોત્રી અને ડિઝાઇનર એશલી રિબેલોને સેટ પર બોલાવ્યા હતાં.
આ ફિલ્મના તેઓ સ્ટાઇલિસ્ટ છે. સલમાન જેવી જ જૅકેટ પ્રભુદેવા માટે પણ બનાવવામાં આવી હતી. આ જૅકેટની વિશેષતા એ છે કે એમાં સ્ટેન ગ્લાસ અને કિંગનો ફોટો લાગેલો છે. પ્રભુદેવા માટે પણ આવી જ જૅકેટ છેલ્લી ઘડીએ બનાવવાની આઇડિયા સલમાને આપી હતી. ગીતમાં પોતે હોવાની વાતને કન્ફર્મ કરતાં પ્રભુદેવાએ કહ્યું હતું કે ‘૨૦૦૯માં આવેલી ‘વૉન્ટેડ’નાં ‘મેરા હી જલવા’માં કામ કર્યા બાદ ફરી એકવાર તેમની સાથે આ ગીતમાં કામ કરવું ખરેખર અવર્ણનિય અનુભવ રહ્યો. હું તેમની રિક્વેસ્ટને નકારી શકયો નહીં. આશા રાખું છું કે અમને ફરી એકવાર સાથે જોવું લોકોને પણ ગમશે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK