Video: સલમાન ખાને વાનરને આપ્યું પાણી, તો વાનરે કર્યું કંઇક આવું...

મુંબઈ ડેસ્ક | Jun 30, 2019, 17:59 IST

સલમાન ખાને જ્યારે વાંદરાને બાટલીનું પાણી આપ્યું ત્યારે વાંદરાને ગુસ્સો આવ્યો. પછી સલમાન ખાને શું કર્યું, જુઓ વીડિયો.

Video: સલમાન ખાને વાનરને આપ્યું પાણી, તો વાનરે કર્યું કંઇક આવું...
સલમાન ખાને વાનરને પાયું પાણી

બોલીવુડના ભાઈજાન સલમાન ખાન તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ થયો છે. ક્યારેક પોતાના વર્કઆઉટને લીધે તો ક્યારેક પોતાના ભાણેજ સાથે મસ્તી કરતાં વીડિયોઝ તે પોસ્ટ કરી રહ્યો છે. સલમાન ખાનનો નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે વાંદરાને બાટલીથી પાણી પીવડાવવાનો પ્રયત્ન કરે છે. સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જ્યારે સલમાન ખાને વાનરને આપી પાણીની બાટલી 

હકીકતે, સલમાન ખાને વાંદરા તરફ પાણીની બાટલી આગળ કરી, પણ વાંદરાએ તેને અડીને છોડી દીધી. સલમાને ફરી બાટલી વાંદરા તરફ આગળ કરી અને તેને પાણી પીવા કહ્યું, પણ વાંદરાએ પોતાનો ગુસ્સો બતાવ્યો. પછી જ્યારે સલમાને તેને એક નાનકડાં ગ્લાસમાં પાણી આપ્યું તો વાંદરાએ પાણી પી લીધું. સલમાન ખાન અને વાંદરા વચ્ચે થયેલી આ મસ્તીને તમે સારી રીતે સમજી શકશો. સલમાન ખાને પોતાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં લખ્યું છે કે "અમારા બજરંગી ભાઈજાન પ્લાસ્ટિકની બાટલીથી પાણી નથી પીતાં". તેનો આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

અહીં જુઓ વીડિયો 

 
 
 
View this post on Instagram

Hamara bajrangi bhaijaan plastic ki bottle se paani nahi peeta . .

A post shared by Salman Khan (@beingsalmankhan) onJun 29, 2019 at 12:19pm PDT

આ પણ વાંચો : Kabir Singh Box Office Collection: 200 કરોડથી આટલી દૂર છે ફિલ્મ

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ દબંગ 3ને લઈને તૈયારી કરી રહ્યો છે ફિલ્મમાં તેના પાત્રના ફિઝિકલ અપિયરન્સને લઇને જેટલી સજાગતાં સલમાન ખાન બતાવે છે તે તેણે કરેલી પોસ્ટ્સમાં જોવા મળે છે. જણાવીએ કે ઇદના અવસરે રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ભારતને બૉક્સ ઑફિસ પર જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો. આ ફિલ્મ માટે પણ સલમાન ખાને ઘણી મહેનત કરી. દબંગ 3 સિવાય સલમાન ખાન, ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઈન્શાઅલ્લાહ અને સાજિદ નાડિયાડવાળાની ફિલ્મ કિકમાં પણ કામ કરી રહ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK