અહીં જોવા જાવ ભારત, ફ્રીમાં મળશે લંચ-ડિનર અને મુસાફરી

Published: Jun 04, 2019, 17:42 IST

સલમાનના ચાહકોએ પોતાના સ્ટારને પ્રમોટ કરવા માટેની જવાબદારી જાતે જ ઉપાડી છે. સલમાન ખાનના ફેન્સ જુદી જુદી રીતે લોકોને સલમાનની ફિલ્મ તરફ આકર્ષિત કરતા જોવા મળે છે. સલમાનની ફિલ્મ જાણે તેમની માટે એક ઉત્સવ હોય તેમ સેલિબ્રેશન કરતા જોવા મળે છે.

જોવા ફિલ્મ ભારત અને ફ્રીમાં મળશે લંચ-ડિનર અને મુસાફરી
જોવા ફિલ્મ ભારત અને ફ્રીમાં મળશે લંચ-ડિનર અને મુસાફરી

સલમાન ખાનની ફિલ્મ ભારતને રિલીઝને હવે 24 કલાકનો સમય પણ બાકી રહ્યો નથી. ફિલ્મની રિલીઝનું ઉલ્ટુ કાઉન્ટડાઉન શરુ થઈ ચૂક્યુ છે. સલમાનનો જાદુ તેમના ફેન્સ પર હંમેશા છવાયેલો રહે છે. સલમાનના ચાહકોએ પોતાના સ્ટારને પ્રમોટ કરવા માટેની જવાબદારી જાતે જ ઉપાડી છે. સલમાન ખાનના ફેન્સ જુદી જુદી રીતે લોકોને સલમાનની ફિલ્મ તરફ આકર્ષિત કરતા જોવા મળે છે. સલમાનની ફિલ્મ જાણે તેમની માટે એક ઉત્સવ હોય તેમ સેલિબ્રેશન કરતા જોવા મળે છે.

ડેક્કન ક્રોનિકલની એક રિપોર્ટ અનુસાર, મુંબઈના એક ઓટો ડ્રાઈવરે ભારત ફિલ્મ જોવા માટે લોકોને ફ્રી રાઈડ આપી છે. આ ફ્રી રાઈડનો લાભ તમે ભારત ફિલ્મની ટિકિટ બતાવીને કરી શકો છો. ઓટો ડ્રાઈવરની જેમ મુંબઈની એક રેસ્ટારંના માલિકે તેના રેસ્ટારાં નામ પણ ફિલ્મ પરથી રાખ્યું છે. આ સાથે ફિલ્મની બુકિંગની ટિકિટ બતાવવા પર ફ્રીમાં ખાવાનું આપવાની શરુઆત કરી છે.

બાન્દ્રામાં આવેલા ભાઈજાન હોટલે પણ ભારત ફિલ્મને લઈને ડિસ્કાઉન્ટ આપવાની વાત કરી છે. ભાઈજાન હોટલ ભારતની ટિકિટ બતાવવા પર 25 ટકા છૂટ આપવામાં આવી રહી છે. નાસિકમાં રહેનારા આશિષ નામના સલમાનના ચાહકે તો પહેલો શૉ જોવા માટે આખુ થિએટર બુક કર્યું છે. આ પહેલી વાર નથી જ્યારે સલમાનના ફેન્સ તેની ફિલ્મને લઈને ઉત્સુક જોવા મળી રહ્યા હોય. ફિલ્મના રિલીઝ પહેલા પણ ફિલ્મને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે.

આ પણ વાંચો: 'ભારત'ની ટિકિટના ભાવ નહીં વધે, ચાહકોનો વધ્યો ઉત્સાહ

ભારતમાં સલમાન ખાન અલગ અલગ 5 લૂકમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરિના કૈફ, દિશા પટની, સુનિલ ગ્રોવર, તબ્બૂ મહત્વના રોલમાં જોવા મળશે. ઈદ પર રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ભારત મોટુ ઓપનિંગ કલેક્શન કરાવી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK