Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > VIDEO: સલમાનને ફેન પર આવ્યો ગુસ્સો, સેલ્ફી લેવા પર કર્યો દુર્વ્યવહાર

VIDEO: સલમાનને ફેન પર આવ્યો ગુસ્સો, સેલ્ફી લેવા પર કર્યો દુર્વ્યવહાર

20 November, 2019 08:04 PM IST | Mumbai Desk

VIDEO: સલમાનને ફેન પર આવ્યો ગુસ્સો, સેલ્ફી લેવા પર કર્યો દુર્વ્યવહાર

VIDEO: સલમાનને ફેન પર આવ્યો ગુસ્સો, સેલ્ફી લેવા પર કર્યો દુર્વ્યવહાર


બોલીવુડના દબંગ સલમાન ખાન હાલ પોતાની આગીમી ફિલ્મ દબંગ 3ને લઈને વ્યસ્ત છે. પણ થતાં તે સોશિયલ મીડિયાથી લઈને અનેક ઑફ સ્ક્રીન વીડિયોઝમાં સામે આવતાં રહે છે. તાજેતરમાં જ સલમાન ખાનનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક ફેન સાથે ગેરવર્તન કરતાં દેખાય છે.

સલમાન ખાનની ફેન ફૉલોઇંગ વિશે વાત કરવામાં આવે તો કહેવું ખોટું નહીં હોય કે તેમના દીવાનાઓ તેમની એક ઝલક માટે કંઇપણ કરવા તૈયાર હોય છે. પણ સલમાન ખાનનું શૉર્ટ ટેમ્પર હોવું કોઇનાથી છુપાયેલું નથી. આ વીડિયોમાં પણ સલમાન ખાનના એવા રિએક્શન જોઇ શકો છો.



ટિકટૉક આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે સલમાન ખાનના બીઇંગ સ્ટ્રૉન્ગ ફિટનેસ ઇક્વિપમેન્ટના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને જોવા માટે ભીડ એકઠી થઈ હતી.


આ ભીડના કારણે સલમાન ખાનને બહાર નીકળવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બધાં ચાહકો સલમાન ખાનને નજીકથી જોવાના ચક્કરમાં તેના વધુ નજીક આવતાં ગયા. એવામાં એક છોકરો તેની સાથે સેલ્પપી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને ગુસ્સામાં સલમાન ખાને તેને ધક્કો મારી દીધો.


આ પણ વાંચો : આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 20 ડિસેમ્બરના રિલીઝ થવાની છે. તેની સાથે જ તે પોતાની આગામી ફિલ્મ 'રાધે'નું શૂટિંગ પણ શરૂ કરી ચૂક્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2019 08:04 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK