કાળા હરણના શિકાર મામલે સલમાનની વધી મુશ્કેલી, શું જવું પડશે જેલ?

Published: Jul 04, 2019, 15:06 IST | જોધપુર

કાળા હરણના શિકારના કેસ મામલે સલમાન ખાનની મુશ્કેલીઓ વધી છે. જાણો કેમ તેને જવું પડી શકે છે જેલ!

કાળા હરણના શિકાર મામલે સલમાનની વધી મુશ્કેલી
કાળા હરણના શિકાર મામલે સલમાનની વધી મુશ્કેલી

20 વર્ષથી ચાલી રહેલા અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલા કાળા હરણ શિકાર કેસમાં ગુરૂવારે જોધપુર કોર્ટમાં સુનાવણી થઈ છે. જેમાં જોધપુર કોર્ટે કહ્યું કે જો સલમાન ખાન આગામી સુનાવણીમાં કોર્ટમાં નહીં જાય તો તેમના જામીન રદ્દ કરવામાં આવશે.

લગભગ 20 વર્ષથી ચાલી રહેલા આ મામલામાં ગુરૂવારે ફરી એકવાર જોધપુર કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટમાં સલમાન ખાન ન પહોંચ્યા. જેના કારણે જોધપુર કોર્ટે કહ્યું છે કે જો સલમાન ખાન આગામી સુનાવણીમાં કોર્ટ નથી આવતા તો તેમના જામીન રદ્દ કરવામાં આવષે. કોર્ટે સલમાન ખાનને આગામી તારીખ પણ આપી છે. આગામી સુનાવણી 27 સપ્ટેમ્બરના રોજ થશે.

વર્ષ 1998માં ફિલ્મ હમ સાથ સાથે હૈના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને તેના સહ કાલકારો સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ, સોનાલી બેન્દ્રે અને દુષ્યંત સિંહ પર કાંકાણી ગામમાં એક કાળા હરણનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો. જેનો કેસ ચાલી રહ્યો છે. આ કેસ માટે સલમાને સમય સમય પર કોર્ટમાં હાજરી આપવી પડે છે અને સુનાવણી માટે પણ જવું પડે છે. જો કે હંમેશા એવું થાય છે કે સલમાન સુનાવણી માટે કોર્ટમાં હાજર રહે છે. પરંતુ આ વખતે તેઓ હાજર નહોતા.

આ પણ વાંચોઃ સલમાન ખાન હવે જિમના બિઝનેસમાં ઝંપલાવશે, દેશમાં 300 જેટલા જિમ શરૂ કરશે

5 એપ્રિલ 2018ના જોધપુર સેશન્સ કોર્ટે સલમાનને દોષી કરાર આપતા પાંચ વર્ષની સજા સંભળાવી હતી. જ્યારે બાકીના આરોપી સૈફ અલી ખાન, નીલમ, સોનાલી, તબ્બૂ અને દુષ્યંત સિંહને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. જે બાદ સલમાન ખાને નીચલી અદાલતના નિર્ણયની સામે જિલ્લા અને સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. 7 એપ્રિલે જિલ્લા અને સેશન્સ કોર્ટે સલમાનની સામે નીચલી અદાલતે કરેલી સજા પર રોક લગાવી તેમને શરતો સાથે જામીન આપ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK