Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દબંગ 3માં પોલ ડાન્સ કરતા જોવા મળશે સલમાન ખાન !

દબંગ 3માં પોલ ડાન્સ કરતા જોવા મળશે સલમાન ખાન !

30 August, 2019 07:44 PM IST |

દબંગ 3માં પોલ ડાન્સ કરતા જોવા મળશે સલમાન ખાન !

દબંગ 3માં પોલ ડાન્સ કરતા જોવા મળશે સલમાન ખાન !


બોલીવુડ એક્ટર સલમાન ખાન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે અને અવાર-નવાર ફોટોઝ અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતા રહે છે. આ ફોટોઝ અને વીડિયો જોત જોતામાં જ વાઈરલ થઈ જાય છે ત્યારે સલમાન ખાનનો વધુ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને જોઈને માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ફિલ્મ દબંગ-3ની શૂટિંગ દરમિયાનનો છે.જેમાં સલમાન ખાન સલમાન ખાન ફાઈટ કરતા જોવા મળી રહ્યાં છે જો કે હજુ સુધી પુષ્ટી નથી થઈ તે આ વીડિયો દબંગ 3 ના સલમાન ખાનને છે કે અન્ય કોઈ... જો કે સાશોયિલ મીડિયા પર દબંગ 3ની શૂટિંગના નામથી વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.

 
 
 
View this post on Instagram

#dabangg3 shooting

A post shared by ?Mr zeeshu 786? (@mr_zeeshu_786) onAug 29, 2019 at 11:13pm PDT




ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થઈ રહેલા વીડિયામાં જોવા મળી રહ્યું છે કે સલમાન ખાન ચુલબુલ પાન્ડેના લુકમાં ફાઈટ કરી રહ્યાં છે આ સીનને ફિલ્મનો ફાઈટ સીન કહેવામાં આવી રહ્યો છે. સીન પછી સલમાન ખાન શોટ ઓકે છે કે નહી તે પૂછી રહ્યાં છે. જો કે આ વાઈરલ વીડિયો સાથે એક બીજો વીડિયો જોડવામાં આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે, સલમાન ખાન પોલ ડાન્સ કરી રહ્યાં છે સાથે કોરિયોગ્રાફર મુદસ્સર ખાન પણ જોવા મળી રહ્યાં છે જે સલમાન ખાનને સ્ટેપ શિખવાડી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ સલમાન ખાન દબંગ 3નું શૂટિંગ કરવા માટે જયપૂર પહોંચ્યા હતા અને કેટલાક દિવસ શૂટિંગ કરી. આ દરમિયાન તેઓ જયપૂર ફર્યા હતા અને દિવ્યાંગ બાળકોની મુલાકાત પણ કરી. જયપૂર શૂટિંગનો એક અન્ય વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા આઉટડોર શૂટિંગ કરતા જોવા મળી રહ્યાં છે.


આ પણ વાંચો: ‘સાહો’ રિલીઝના કેટલાક કલાકોમાં જ લીક થઈ ગઈ

દબંગ 3નું શૂટિંગ ઘણા શહેરોમાં કરવામાં આવ્યું છે અને હજુ શૂટિંગ ચાલુ છે. જો કે ફિલ્મની રિલીઝને લઈને કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી. દબંગ સિરીઝની ત્રીજી ફિલ્મની રાહ છેલ્લા ઘણા સમયથી જોવાઈ રહી છે. ફિલ્મ પ્રભુ દેવા ડિરેક્ટ કરી રહ્યાં છે.

 

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2019 07:44 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK