ગુસ્સામાં Bigg Bossનો સેટ છોડીને ચાલ્યા ગયા સલમાન ખાન, જુઓ વીડિયો..

Published: Oct 21, 2019, 13:29 IST | મુંબઈ

ગુસ્સામાં બિગ બૉસ 13નો સેટ છોડીને સલમાન ખાન ચાલ્યા ગયા. પહેલી વાર તેમણે આવું કર્યું. જુઓ તેનો વીડિયો..

જાણો કેમ ગુસ્સે થયા સલમાન ખાન..
જાણો કેમ ગુસ્સે થયા સલમાન ખાન..

બિગ બૉસની દરેક સીઝનમાં સલમાન ખાન પ્રતિસ્પર્ધીઓની ક્લાસ લગાવતા નજરે આવે છે. જો કે આવું કેટલાક અઠવાડિયાઓ નીકળી જાય પછી થાય છે, પરંતુ આ વખતે તે ચોથા અઠવાડિયામાં જ પોતાનો પિત્તો ગુમાવી દે છે. સલમાન ખાનના ગુસ્સાનો શિકાર કોણ થશે તે તો આજના એપિસોડમાં ખબર પડશે. પરંતુ તેનો એક વીડિયો કલર્સે શેર કર્યો છેય જેમાં સલમાન ખાન કોઈ મહિલા પ્રતિસ્પર્ધી પર ભડકેલા નજર આવી રહ્યા છે. સલમાન ન માત્ર પ્રતિસ્પર્ધી પર ભડકેલા છે પરંતુ તે સ્ટેજ પરથી ઉતરીને બહાર પણ જઈ રહ્યા છે.

રવિવારે આઈફા અવૉર્ડ્સ હોવાના કારણે બિગ બૉસ વીકેન્ડ કા વાર નહોતું ટેલિકાસ્ટ કરવામાં આવ્યું. એટલે તે આજે બતાવવામાં આવશે. એટલે કે સલમાન ખાન આજે કોઈ એક કે બે સભ્યોને ઘરની બહાર કરશે. આ વીકેન્ડ કા વારનો કેટલાક સેકન્ડનો વીડિયો કલર્સે શેર કર્યો છે. જેમાં સલમાન ખાન ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે.


સલમાન ખાન કોઈ મહિલા પ્રતિસ્પર્ધીને કહે છે કે, 'તમે આને મજાક સમજીને રમી રહ્યા છો? આ ખુબ જ સીરિયસ છે. જે બાદ સલમાન જોરથી ચિલ્લાય છે અને એમ કહેતા શોની બહાર નીકળી જાય છે કે આ કોઈ બીજા પાસે કરાવો'. સલમાનની આ લાઈનનો મતલબ હતો કે શો બીજા કોઈને હોસ્ટ કરવા આપી દો. આમ કહીને સલમાન સ્ટેજથી ઉતરીને બહાર નીકળી જાય છે.

આ પણ જુઓઃ કેટરીનાથી લઈને સની સુધી...જુઓ વૉગ વુમન ઑફ ધ યર અવૉર્ડમાં સિતારાઓના જલવા..

હવે સલમાનને ગુસ્સો કોના પર આવ્યો છે? શું સલમાન સાચે જ શો છોડીને ચાલ્યા જશે? તેની જાણ તો એપિસોડ ટેલિકાસ્ટ થશે ત્યારે જ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK