કિકને અંતે પડી કિક

Published: 29th December, 2011 05:41 IST

શિરીષ કુંદરની ૩D ફૅન્ટસી ફિલ્મ ‘કિક’ માટે સલમાન ખાને હા તો પાડી દીધી હતી, પણ તે એમાં ક્યારે શૂટિંગ કરી શકશે એ વિશે તેણે કોઈ સમય નહોતો આપ્યો.

 

જોકે પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ પોતાના મિત્રની અત્યારની વ્યસ્તતાને સમજીને ફિલ્મને પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો છે. સલમાન અત્યારે યશરાજ ફિલ્મ્સની ‘એક થા ટાઇગર’નું શૂટિંગ કરી રહ્યો છે.

ત્યાર પછી તે ભાઈ અરબાઝ સાથે ‘દબંગ ૨’માં કામ કરશે. આ ફિલ્મ પૂરી કરી તે ભાઈ સોહેલની ‘શેર ખાન’ અથવા અનીસ બઝમીની ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’માં કામ કરશે. આને કારણે ૨૦૧૩ના અંત સુધીમાં તેની પાસે સમય નહીં હોય એવું કહી શકાય. આ વાત સમજીને જ આ નિર્ણય લેવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે.

પતિ અને કરીઅર વચ્ચેનાં સમીકરણો હવે બદલાયાં છે સદીઓ સુધી પરમેશ્વરનો હોદ્દો ભોગવનારા પતિદેવો તમે આઘા ખસો. આજના જમાનામાં પત્નીઓના જીવનમાં પતિ પરમેશ્વરનું સ્થાન પ્રથમ નંબરે નથી. સ્ત્રીઓ માટે આજે પતિ કરતાં કારકર્દિનું મહત્વ વધારે છે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK