Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આખિર ચક્કર ક્યા હૈ?

25 December, 2012 06:17 AM IST |

આખિર ચક્કર ક્યા હૈ?

આખિર ચક્કર ક્યા હૈ?




છેલ્લા થોડા સમયથી કરણ જોહર અને સલમાન ખાન વચ્ચે શું ચાલી રહ્યું છે એ જાણવા માટે લોકો આતુર છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી કરણ અને સલમાન એકબીજા સાથે સારોએવો સમય સાથે વિતાવતા નજરે પડ્યા છે. ‘દબંગ ૨’ના પ્રીમિયરમાં અને એ પછી સોહેલ ખાનની બર્થ-ડે પાર્ટીમાં પણ શાહરુખ ખાનનો બેસ્ટ ફ્રેન્ડ કરણ સલમાનની લગોલગ બેસીને ગપ્પાં મારી રહ્યો હતો. પાર્ટી પૂરી થયા પછી પણ કરણ સલમાનથી છૂટો પડવાનું નામ નહોતો લેતો.

આ બન્ને ઇવેન્ટમાં હાજરી આપનારા એક સૂત્રે કહ્યું હતું કે ફેવિકૉલની જેમ કરણ સલમાનની બાજુમાં ચોંટી ગયો હતો અને આખી ઇવેન્ટમાં એક સેકન્ડ માટે પણ બન્ને એકમેકથી અળગા નહોતા થયા. એ જોઈને ઇવેન્ટમાં હાજર રહેનારા ઘણા મહેમાનો પણ ચોંકી ગયા હતા અને શાહરુખનો બેસ્ટ ફ્રેન્ડ તેના જાની દુશ્મન સાથે શા માટે આટલો ક્લોઝ થઈ રહ્યો છે એ જાણવા આતુર હતા.

પાર્ટી પૂરી થયા પછી પણ કરણ જવાનું નામ નહોતો લેતો એ જોઈને સલમાન પોતે પણ એક મિનિટ માટે તેના અતિમૈત્રીભર્યા વહેવારને લઈને વિચારમાં પડી ગયો હતો.

સોહેલની બર્થ-ડે પાર્ટીમાં હાજરી આપનારા એક ગેસ્ટે કહ્યું હતું, ‘એ તો બધાને જ ખબર છે કે સલમાન કરણનો બહુ સારો મિત્ર છે અને બન્નેએ ‘કુછ કુછ હોતા હૈ’માં સાથે કામ કર્યું છે અને સલમાનની પાર્ટીમાં તેની હાજરી કોઈ નવી વાત નથી. જોકે એનું સલમાન સાથે આટલું વધુ પડતુ રહેવું લોકોને શંકાશીલ બનવા મજબૂર કરતું હતું.’

આ પરિસ્થિતિ જોતાં લાગે છે કે બન્નેનું કૉમ્બિનેશન ધરાવતી કોઈ અનાઉન્સમેન્ટ નજીકના ભવિષ્યમાં આવે તો નવાઈ ન લાગવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

25 December, 2012 06:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK