ભારતનું ટ્રેલર આવે તે પહેલા આ છે સલમાન ખાનનો મોટો પ્લાન

Published: Apr 16, 2019, 17:56 IST | મુંબઈ

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ભારતને લઈને ચાહકોમાં ખૂબ ઉત્સાહ છે. ત્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતા પહેલા સલમાને એક ખાસ પ્લાન બનાવ્યો છે. વાંચો પુરી વિગતો.

ભારતમાં વિવિધ અવતારમાં જોવા મળશે સલમાન ખાન
ભારતમાં વિવિધ અવતારમાં જોવા મળશે સલમાન ખાન

સલમાન ખાનની ફિલ્મ ભારત આજકાલ ખુબ જ ચર્ચામાં છે. સલમાને ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. પહેલા વૃદ્ધ સલમાન ખાનનો લૂક સામે આવ્યો હતો અને હવે જવાનીનો. પરંતુ આ તો માત્ર શરૂઆત છે. ભારતનું ટ્રેલર આવે તે પહેલા ભારત ફિલ્મના અલગ અલગ લુકના ત્રણ પોસ્ટર અને એક મોશન પોસ્ટર રીલિઝ કરવાની સલમાન ખાનની યોજના છે.

મોટા પાયા પર બની રહ્યો છે પ્રોજેક્ટ
અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મના પ્રમોશનને પણ યૂનિક બનાવવાની યોજના છે. આ ઈદના મોકા પર પાંચ જૂને રીલિઝ થનારી ફિલ્મ ભારતનું ટ્રેલર 24 એપ્રિલે રીલિઝ કરવામાં આવશે. આ ફિલ્મ એક પરિવાર, એક મુખિયા અને તેની સાથે સાથે દેશના આગળ વધવાની કહાની થે. સલમાન ખાને ફિલ્મને અલગ જ અંદાજમાં રજૂ કરવા માંગે છે. જેના માટે તેમણે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોરિયન ફિલ્મ ઓડ ટૂ માય ફાધરના હિંદી અડેપ્શનમાં સલમાન ખાનની સાખે કેટરિના કૈફ, દિશા પટ્ટાણી, તબ્બૂ, જેકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ છે. વરૂણ ધવન એક ખાસ ભૂમિકામાં જોવા મળશે. અહેવાલો છે કે વરૂણ આ ફિલ્મમાં ધીરૂભાઈ અંબાણીની ભૂમિકામાં નજર આવશે.

આ પણ વાંચોઃ Bharat:ઘરડા થશે ત્યારે આવા લાગશે સલમાન ખાન, જુઓ ઝલક

શું છે ફિલ્મની કહાની?
ફિલ્મ ભારતની કહાની 1947માં એ સમયે શરૂ થાય છે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડી રહ્યા હતા. આ કહાની ત્યાંથી જ શરૂ થશે અને જે દેશ અને ભારત નામના સામાન્ય માણસની જર્ની હશે. કોરિયન ફિલ્મ પણ 1950ના વિભાજનના સમયની છે જ્યારે લોકો પોતાનો દેશ છોડીને જઈ રહ્યા હતા. ત્યારે ભાગલામાં અલગ પડી રહેલા એક પિતાએ પોતાના દીકરાને કહ્યું હતું કે જો તેઓ પાછા ન આવે તો દીકારાએ જ મુખિયા બનીને પરિવારની સાર સંભાળ રાખવી પડશે. જાણકારી પ્રમાણે અલી અબ્બાસ ઝફર અને તેમની ટીમ કોરિયન ફિલ્મની કહાનીમાં કેટલાક ફેરફારો કર્યા છે જેથી વાર્તાને ઈંડિયાના પરિપ્રેક્ષ્યમાંથી રજૂ કરવામાં આવે છે. ફિલ્મમાં એક વ્યક્તિના 50 વર્ષમાં થતી ઘટનાઓને રજૂ કરવામાં આવશે. જેથી દરેક દસ વર્ષ બાદ સલમાનનો લૂક બદલાઈ જશે. એક લુકમાં સલમાનનો કિરદાક મૉડર્ન પણ દેખાશે જેમાં તેને કેટરીનાના કિરદાર સાથે પ્રેમ થઈ જશે અને બાદમાં બંનેના લગ્ન થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK