Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન ઇદ 2020ના વૉન્ટેડ-2 લઇને આવશે, ડિસેમ્બરથી શરૂ કરશે શૂટિંગ

સલમાન ખાન ઇદ 2020ના વૉન્ટેડ-2 લઇને આવશે, ડિસેમ્બરથી શરૂ કરશે શૂટિંગ

07 September, 2019 07:00 PM IST | મુંબઈ ડેસ્ક

સલમાન ખાન ઇદ 2020ના વૉન્ટેડ-2 લઇને આવશે, ડિસેમ્બરથી શરૂ કરશે શૂટિંગ

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાનને લઇને ઘણા વખતથી ચર્ચાઓ હતી કે તે ફિલ્મ કિક-2 અને વૉન્ટેડ-2માંથી ટૂંક સમયમાં જ કોઈ એક પ્રૉજેક્ટી પસંદગી કરશે. અંતે સલમાન ખાને નક્કી કરી લીધું છે કે તે કયા નવા પ્રૉજેક્ટ પર કામ કરશે. હકીકતે પહેલા રિપોર્ટ્સ હતી કે સલમાન ખાન ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીના ફિલ્મ ઇંશાઅલ્લાહમાં દેખાશે. પણ પછીથી સલમાને પોતે જ આ પ્રૉજેક્ટમાંથી અલગ થવાની અનાઉન્સમેન્ટ સોશિયલ મીડિયા પર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. આ અનાઉન્સમેન્ટની સાથે જ સલમાને એ પણ જણાવ્યું કે ઇન્શાઅલ્લાહ તો નહીં પણ તે પોતાના ચાહકો માટે ઇદ 2020પર ફિલ્મ જરૂર લાવશે.

સલમાન ખાનની આ જાહેરાત પછી જ ચર્ચાઓ હતી કે કિક-2નો ભાગ બનશે અને વૉન્ટેડ-2માં તે જોવા મળશે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સલમાનનો આ અપકમિંગ પ્રૉજેક્ટ વૉન્ટેડ-2 છે. જો કે તેમાં ટ્વિસ્ટ છે. આ વખતે સલમાન ખાનની ફિલ્મ વૉન્ટેડ-2 નવા ટાઇટલ સાથે આવશે. આ પ્રૉડેક્ટને તેનું જ પ્રૉડક્શન હાઉસ સલમાન ખાન ફિલ્મ્સ પ્રૉડ્યૂસ કરશે. સાથે જ તેનું ડાયરેક્શન પ્રભુદેવા કરશે.



ભલે ફિલ્મનું ટાઇટલ અલગ હશે પણ તેનું કૉન્સેપ્ટ પહેલી ફિલ્મ જેવું જ હશે. ફિલ્મમાં સલમાન ખાન અંડરકવર પોલીસ ઑફિસર હશે અને તેની આસપાસ જ આખી ફિલ્મની સ્ટોરી ફર્યા કરશે. સલમાન ખાનનો આ પ્રૉડેક્ટ ડિસેમ્બર 2019 અછવા જાન્યુઆરી 2020 સુધી ફ્લોર પર આવી જશે.


આ પણ વાંચો : Vogue માટે પ્રિયંકા ચોપરાએ કરાવ્યું ફોટોશૂટ, તસવીરોમાં દેખાયો ગ્લેમરસ અંદાજ

આમ તો સલમાન ખાન હાલ ફિલ્મ દબંગ 3માં વ્યસ્ત છે. દબંગ 3 આ વર્ષે 20 ડિસેમ્બરના રિલીઝ થશે. દબંગ 3માં સલમાન ખાન અભિનેત્રી સોનાક્ષી સિન્હા સાથે દેખાશે. સોનાક્ષી સિન્હા સિવા આ ફિલ્મમાં અરબાઝ ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાન અને ફિલ્મમેકર પ્રભુદેવા 10 વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા બન્નેએ વૉન્ટેડમાં સાથે કામ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2019 07:00 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK