Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હંટરથી પોતાને જ મારવા લાગ્યા સલમાન ખાન, જુઓ વીડિયો

હંટરથી પોતાને જ મારવા લાગ્યા સલમાન ખાન, જુઓ વીડિયો

31 August, 2019 01:32 PM IST | મુંબઈ

હંટરથી પોતાને જ મારવા લાગ્યા સલમાન ખાન, જુઓ વીડિયો

સલમાનનો વીડિયો વાઈરલ

સલમાનનો વીડિયો વાઈરલ


બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ વીડિયોમાં તેઓ પોતાની જાતને હંટર મારતા દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં સલમાન ખાન પોતાને એટલા જોર જોરથી મારી રહ્યા છે કે તેમના હંટરનો અવાજ પણ જોર જોરથી સંભળાઈ રહ્યો છે. સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાઈરલ થઈ રહ્યો છે.

સલમાને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શૅર કરેલા આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સલમાન ખાન નોટંકી દર્શાવતા કેટલાક કલાકારો સાથે ઉભા છે અને તેમની સાથે વાત કરી રહ્યા છે. આ દરમિયાન એક કલાકાર પોતાની જાતને જોરથી હંટર મારે છે. સલમાન ખાન આ જુએ છે અને તેમને પૂછે છે કે આનાથી શું તેમના શરીર પર નિશાન પડી જાય છે, તો સામે ઉભેલા કલાકારો હામાં જવાબ આપે છે.



 
 
 
View this post on Instagram

Thr is pleasure in feeling n sharing thr pain ahhhhhhhhhhhh Baccha party don't try this on your self or on any 1 else

A post shared by Salman Khan (@beingsalmankhan) onAug 30, 2019 at 11:00pm PDT


બાદમાં સલમાન ખાન તેમનું હંટર લઈને પોતાની જાતને મારવાની શરૂઆત કરે છે અને સતત મારે છે. વચ્ચે વચ્ચે તે હાજર લોકોને પૂછે છે કે તેમને અવાજ સંભળાય છે કે નહીં.. જ્યારે બધા લોકો ના પાડે છે, તો સલમાન ખાન પોતાની જાતને વધુ જોરથી ફટકારે છે. સલમાન ખાનનું કહેવું છે કે તેઓ આ કલાકારોનું દર્દ મહેસૂસ કરવા ઈચ્છતા હતા, એટલે તેમણે આવું કર્યું. આ દરમિયાન સલમાન ખાન હાજર કલાકારો સાથે વાત પણ કરે છે.


આ પણ વાંચોઃ Nirali Joshi:જાણો આયુષ્માન ખુરાનાની ફિલ્મથી ડેબ્યુ કરનાર અમદાવાદી યુવતી વિશે

સલમાન ખાને આ વીડિયો શૅર કરતા લખ્યું છે કે,'તેમનું દર્દ મહેસૂસ કરવામાં એક અલગ જ ખુશી મળે છે. બચ્ચા પાર્ટી કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે આ પ્રયત્ન ન કરે.' સલમાન ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો હાલ તે દબંગ થ્રીના શૂટિંગમાં વ્યસ્ત છે. અને તાજેતરમાં જ તેઓ શૂટિંગ માટે જયપુરમાં છે.

Whatsapp-channel Whatsapp-channel

31 August, 2019 01:32 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK