Bigg Boss 13: આ કારણથી અધવચ્ચે સલમાન ખાન છોડી દેશે શો, આ ખાનને મળશે ઘરની કમાન

Published: Dec 03, 2019, 14:27 IST | Mumbai

અહેવાલો પ્રમાણે સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ રાધેનું શૂટિંગમાં બિઝી હોવાના કારણે બિગ બૉસના એક્સટેન્ટેડ અઠવાડિયાઓમાં હોસ્ટ નહીં કરી શકે

સલમાન ખાન
સલમાન ખાન

Bigg Boss 13ને લઈને આ વીકેન્ડના વારમાં સલમાન ખાને એક મોટી જાહેરાત કરી હતી કે શો લગભગ એક મહિના માટે એક્સટેન્ડ થવાનો છે. એટલે કે હવે બિગ બૉસ 13નું ફાઈનલ 15 ફેબ્રુઆરીએ થશે. સલમાનની આ જાહેરાત સાંભળીને કેટલાક ઘરના લોકો ખુશ થયા, તો કેટલાક પરેશાન નજર આવ્યા.

આ વચ્ચે શોને લઈને વધુ એક શૉકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ખબરોનું માનીએ તે સલમાન ખાન બિગ બૉસને એક્સટેન્ટેટ અઠવાડિયાઓમાં હોસ્ટ નહીં કરે. ભાઈજાન તે પહેલા શો છોડી શકે છે. તેમની જગ્યાએ કોણ શોને હોસ્ટ કરશે તેનું નામ પણ સામે આવી રહ્યું છે. અહેવાલોનું માનીએ તો સલમાનની જગ્યાએ ફિલ્મ ડાયરેક્ટર ફરાહ ખાન બાકીના અઠવાડિયાઓમાં શો હોસ્ટ કરશે.

અહેવાલો પ્રમાણે સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ રાધેનું શૂટિંગમાં બિઝી હોવાના કારણે બિગ બૉસના એક્સટેન્ટેડ અઠવાડિયાઓમાં હોસ્ટ નહીં કરી શકે. જો કે આ ખબરોમાં કેટલી સચ્ચાઈ છે તે સમય આવ્યે ખબર પડશે. પરંતુ બિગ બૉસ સાથે જોડાયેલી સૌથી સટીક જાણકારી આપતા સોશિયલ મીડિયા અકાઉન્ટે આ ખબરની પુષ્ટિ કરી છે.

આ પણ જુઓઃ આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

તમને જણાવી દઈએ કે સલમાન ખાનને લઈને પહેલા પણ એ ખબર આવી હતી કે તેઓ શોના એક્સટેન્ડ થવાની ખુશ નથી એટલે શો છોડી શકે છે. જો કે મેકર્સે દરેક એપિસોડ માટે 2 કરોડ રૂપિયાની ઑફર કરી એટલે તેઓ માની ગયા. તો ફરાહ ખાનની વાત કરીએ તો, ફરાહ અનેક વાર કહી ચુકી છે કે તે બિગ બૉસની બહુ મોટી ફેન છે. ફરાહ ખુદ એ વાત જણાવી ચુકી છે. એટલું જ નહીં તે બિગ બૉસ સિઝન 8ને પણ હોસ્ટ કરી ચુકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK