Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાને જણાવ્યો આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ નિમિત્તે દબંગનો ખરો અર્થ

સલમાન ખાને જણાવ્યો આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ નિમિત્તે દબંગનો ખરો અર્થ

20 November, 2019 11:38 AM IST | Mumbai

સલમાન ખાને જણાવ્યો આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ નિમિત્તે દબંગનો ખરો અર્થ

સલમાન, અરબાઝ અને સોનાક્ષી

સલમાન, અરબાઝ અને સોનાક્ષી


સલમાન ખાને ગઈ કાલે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ નિમિત્તે ‘દબંગ’નો અસલી મતલબ લોકોને જણાવ્યો છે. એકાવન સેકેન્ડસની એક વિડિયો ક્લિપ સલમાને ટ્‍‍વિટર પર શૅર કરી છે. આ વિડિયોમાં સલમાન કહી રહ્યો છે કે ‘ડી સે ડૅરિંગ, એ સે ઑસમ, બી સે બૅડએસ, એ સે ઔર, એન સે નૌટંકી કા જી સે ગઝબ કા ગઠબંધન.’ત્યાર બાદ વિડિયોમાં સોનાક્ષી સિંહાની એન્ટ્રી થાય છે. આ વિડિયોમાં સોનાક્ષી કહી રહી છે કે ‘જો તમારી લાઈફમાં પણ કોઈ આવુ હોય જેનામાં ‘દબંગ’ જેવા લક્ષણ હોય. તો તેમને આજે ઇન્ટરનૅશનલ મેન્સ ડે નિમિત્તે નોમિનેટ કરો.’
વિજેતાઓને સન્માન કરવાની વાત કરતાં વિડિયોમાં અરબાઝ ખાન આવે છે. અરબાઝ કહી રહ્યો છે કે ‘અમે તેમને આપશું ‘દબંગ 3 બૅજ ઑફ ઑનર’. વૈસે ભૈયા યે અવૉર્ડ હમ પર ભી અચ્છા જચેગા.’
તો અરબાઝને રિપ્લાઈ આપતાં સલમાન કહી રહ્યો છે કે ‘મખ્ખી હમ એ બૅજ બાંટ નહીં રહે. ઑનર કર રહે હૈ લોગોકો.’
આ વિડિયો ક્લિપ ટ્‍‍વિટર પર શૅર કરીને સલમાને ટ્વીટ કર્યું હતું કે ‘ઇન્ટરનૅશનલ મેન્સ ડે નિમિત્તે એસકેફિલ્મ્સઑફિશ્યલનો ઉપયોગ કરીને નોમિનેટ કરો તમારા સ્પેશ્યલ વ્યક્તિને. અને ‘#દબંગ3બૅજઑફઑનર’નો ઉપયોગ કરીને તેમને દબંગ 3 બૅજ ઑફ ઑનર અપાવો.’


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2019 11:38 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK