સલમાન ખાનને ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવાથી આ શોની શરૂઆત થવાને લઈને તે ખૂબ એક્સાઇટેડ છે. આ શો એક મ્યુઝિકલ કૉમ્પિટિશન રહેશે જેમાં સિંગર અસીસ કૌર, મિકા સિંહ, આકૃતિ કક્કર, શાન, નેહા ભસીન, સાજિદ, શિલ્પા રાવ, કૈલાશ ખેર, ભૂમિ ત્રિવેદી, જાવેદ અલી, પાયલ દેવ અને અંકિત તિવારી સ્પર્ધામાં ઊતરશે. તો શ્રદ્ધા કપૂર, ગોવિંદા, રાજકુમાર રાવ, રિતેશ દેશમુખ અને જેનિલિયા, બૉબી દેઓલની સાથે સુરેશ રૈના તેમની ટીમને સપોર્ટ કરશે. આ શો ઝીટીવી અને ઝીફાઇવ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ શોનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનતાં પોતાનું એક્સાઇટમેન્ટ વ્યક્ત કરતાં સલમાન ખાને કહ્યું હતું કે ‘આપણે બધા સ્પોર્ટ્સ અને એના સ્પર્ધાત્મક ફૉર્મેટને લઈને ઉત્સાહિત છીએ. જોકે ઝી ટીવી અને ફેટહોમ હાઉસને હું શાબાશી આપુ છું કે તેઓ આ મ્યુઝિક લીગ લઈને આવવાના છે જે મ્યુઝિક રિયલિટીના વિશ્વને ટેલિવિઝન પર લઈને આવી રહ્યા છે. આવું પહેલી વખત બન્યું છે જ્યારે મ્યુઝિક અને સ્પોર્ટ્સની હસ્તીઓ બૉલીવુડના ૧૨ ટૉપના સિંગર્સ, રિયલિટી સ્ટાર્સ અને 6 ફ્રેશ વૉઇસની ટીમનું નેતૃત્વ કરશે જેઓ મ્યુઝિકલ ચૅમ્પિયનશિપને જીતવા માટે જંગ લડવાના છે. આપણા દેશનાં વિવિધ રાજ્યોને રજૂ કરવામાં આવશે. આ શોને લઈને હું ખૂબ જ એક્સાઇટેડ છું. એવું લાગી રહ્યું છે કે આ લીગ પોતાનામાં જ એક અદ્ભુત લીગ રહેવાની છે.’
‘પઠાનની સ્ટોરીના ક્લાઇમૅક્સથી ટાઇગર 3ની સ્ટોરીની શરૂઆત થશે?
5th March, 2021 11:54 ISTસલમાન ખાનની કિક 2માં જોવા મળશે રકુલ પ્રીત સિંહ?
4th March, 2021 11:09 ISTસલમાન ખાનને પ્રૅન્ક કરવા ખૂબ જ પસંદ છે: મિકા સિંહ
27th February, 2021 16:06 ISTપૂજા દ્વારા ટાઇગર 3ની શરૂઆત કરી સલમાન અને કૅટરિનાએ
27th February, 2021 16:02 IST