જોકે સેરેમનીનું સૌથી મોટું આકર્ષણ સલમાન ખાનનો પફોર્ર્મન્સ હતો. કલર્સ ચૅનલની ‘બિગ બૉસ’ સાથે જોડાયેલા સલ્લુએ તેના છેલ્લાં અમુક વષોર્માં ખૂબ જ સફળ થયેલાં ગીતો જેમ કે ‘ઢિંકચિકા...’ અને ‘કૅરૅક્ટર ઢીલા...’પર પફોર્ર્મ કર્યું હતું. ચૅનલના શો ‘ઉતરન’ અને ‘પરિચય’ના કલાકારો અનુક્રમે નંદિશ સન્ધુ અને ટીના દત્તા તથા સમીર સોની અને કીર્તિ નાગપુરે પણ સ્ટેજ પર સલ્લુ સાથે પફોર્ર્મન્સ આપવા પહોંચી ગયાં હતાં. કલર્સની જુદી-જુદી સિરિયલ અને કાર્યક્રમોમાં પ્રખ્યાત પાત્રો વચ્ચે અલગ-અલગ કૅટેગરીની હરીફાઇ પરના આ અવૉર્ડ-સમારંભનું પહેલી વખત આયોજન કરવામાં આવ્યું હતું.