સલમાન ખાને Bigg Boss નિર્માતાઓ સાથે રૂ.450 કરોડનો સોદો કર્યો?

Published: Sep 03, 2020, 17:48 IST | Upala KBR | Mumbai

એક એપિસોડના રૂ.20 કરોડ, સીઝન એક્સટેન્શન થાય તો એડિશનલ ફી પણ લેશે

સલમાન ખાન
સલમાન ખાન

સલમાન ખાન (Salman Khan)ની આ વર્ષે ભલે કોઈ મુવી રિલીઝ ન થવાની હોય પરંતુ Bigg Bossની 14મી સીઝનનું હોસ્ટિંગ કરીને તે સારી એવી કમાણી કરી લેશે. સૂત્રોએ કહ્યું કે, સલમાન ખાને Bigg Bossના નિર્માતાઓ અને ચેનલ સાથે રૂ.450 કરોડનો સોદો કર્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી અફવા હતી કે આ વખતની સીઝન માટે સલમાન ખાનને રૂ.250 કરોડ મળશે. પરંતુ જે સોદો થયો છે તે રકમ કોઈએ વિચારી પણ નહીં હોય. સૂત્રોએ કહ્યું કે, ગયા વર્ષે સલમાન ખાન એક એપિસોડના રૂ.15.5 કરોડ લેતો હતો, પરંતુ આ વર્ષે એક એપિસોડના તેને રૂ.20 કરોડ મળશે. આમ ત્રણ મહિનાની ગણતરી કરીએ તો રૂ.480 કરોડ થાય પરંતુ રૂ.450 કરોડમાં બંને પક્ષે સંમતિ થઈ છે. આ રકમમાં પ્રોમો અને વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફોરન્સ ફીનો પણ સમાવેશ છે. પ્રોડ્યુસર્સ સમજે છે કે આ શોની ટીઆરપી સલમાન ખાનને લીધે છે તેથી તે આ રકમ ચૂકવવા માટે પણ તૈયાર છે.

શૂટ માટે સલમાન ખાન દર શનિવારે ગોરેગાવની ફિલ્મ સિટીમાં જશે. સૂત્રોએ ઉમેર્યું કે, કૉન્ટ્રેક્ટમાં સીઝનના એક્સટેન્શનનો પણ સમાવેશ છે. ગયા વર્ષની સીઝનમાં 10 એપિસોડના એક્સટેન્શનનો સમાવેશ હતો, જેમાં સલમાને પ્રતિ દિન રૂ.7.5 કરોડ ચાર્જ કર્યા હતા. જો આ વર્ષે 12 અઠવાડિયામાં રિયાલિટી શો પુરો નહીં થાય તો સલમાનની ટીમ અને પ્રોડ્યુસર્સ વધારાની ફી બાબતે વાતચીત કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK