કેટરીના કૅફના સ્ટેજ પર આવતાં જ સલમાન ખાને કર્યું આવું, જુઓ વીડિયો

Published: Sep 21, 2019, 18:06 IST | મુંબઈ ડેસ્ક

આ વીડિયોમાં કેટરીના કૅફ સ્ટેજ પર પર્ફોર્મ કરી રહી છે. તેનો અંદાજ અને ડાન્સ એટલો સરસ હતો કે સલમાન ખાન પોતે તેની સીટ પરથી ઊભા થઈને તાળી પાડવા મજબૂર થઈ ગયો.

કેટરીના કૅફ
કેટરીના કૅફ

બોલીવુડ એક્ટર સલમાન ખાનનો તાજેતરમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટર કેટરીના કૅફની પર્ફોર્મન્સને જોવા માટે તેને ચિયર કરતો જોવા મળે છે.

બોલીવુડની સારી અભિનેત્રી કેટરીના કૅફે તાજેતરમાં થયેલા આઇફા એવૉર્ડ ફંકશન દરમિયાન પોતાના ડાન્સથી લોકોનું મનોરંજન કર્યું હતું. તેની પર્ફોર્મન્સ એટલી સરસ હતી કે ચાહકોની સાથે સાથે સેલિબ્રિટિઝ પણ પોતાની ખુરશી પરથી ઊભા થઈને તાળીઓ પાડતાં હતા. હવે આઇફા એવૉર્ડ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટરીના કૅફ સ્ટેજ પર પર્ફોર્મ કરી રહી છે. તેનો અંદાજ અને ડાન્સ એટલો સરસ હતો કે સલમાન ખાન પોતે તેની સીટ પરથી ઊભા થઈને તાળી પાડવા મજબૂર થઈ ગયો.

આઇફા એવૉર્ડ દરમિયાન આ વીડિયોમાં જ્યાં કેટરીના કૅફ સ્ટેજ પર ડાન્સ કરી રહી છે, ત્યાં બીજી તરફ સલમાન ખાન તેની માટે તાળીઓ પાડતો અને તેને ચિયર કરતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કેટરીના કૅફના ફેનક્લબે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કર્યો છે. ચાહકો કેટરીનાના આ ધમાકેદાર વીડિયો પર ખૂબ જ કોમેન્ટ્સ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

@beingsalmankhan 😍😍 ❤❤ . #katrinakaif #salmankhan

A post shared by Katrina kaif & Isabelle kaif (@katrinakaifjaan) onSep 18, 2019 at 2:05pm PDT

આ પણ વાંચો : Happy Birthday Kareena: પ્રેમાળ માતા અને પર્ફેક્ટ પત્ની છે બેબો, જુઓ તસવીરો

જો આઇફા એવૉર્ડ્સની વાત કરીએ તો ફિલ્મ રાઝી માટે બેસ્ટ પર્ફોર્મન્સ માટે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ આપવામાં આવ્યો. તો દીપિકા પાદુકોણને ફિલ્મ 'ચેન્નઇ એક્સપ્રેસ' માટે સ્પેશિયલ એવૉર્ડ મળ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK