Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Salman Khanએ આ રીતે ઉજવ્યો એક્સ ગર્લફ્રન્ડ Sangeeta Bijlaniનો બર્થ ડે

Salman Khanએ આ રીતે ઉજવ્યો એક્સ ગર્લફ્રન્ડ Sangeeta Bijlaniનો બર્થ ડે

11 July, 2019 12:18 PM IST | મુંબઈ

Salman Khanએ આ રીતે ઉજવ્યો એક્સ ગર્લફ્રન્ડ Sangeeta Bijlaniનો બર્થ ડે

Salman Khanએ આ રીતે ઉજવ્યો એક્સ ગર્લફ્રન્ડ Sangeeta Bijlaniનો બર્થ ડે


બોલીવુડ એક્ટ્રેસ સંગીતા બિજલાનીએ 9 જુલાઈના રોજ પોતાનો 54મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. સંગીતા બિજલાનીનો જન્મ દિવસ ખાસ એટલા માટે બની ગયો કારણ કે સલમાન ખાને સંગીતાના ઘરે તેના માટે બર્થ ડે પાર્ટી આપી હતી. સલમાન ખાન આ દિવસે સંગીતા બિજલાનીના ઘરે પહોંચ્યો અને બર્થ ડે પાર્ટીમાં ખૂબ મસ્તી પણ કરી.

સંગીતા બિજલાનીના જન્મદિવસના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોઝમાં સલમાન ખાન, સંગીતા બિજલાની, ડેયઝી શાહ, ઝરીન ખાન, સાજિદ નડિયાદવાલા અને મોહનીશ બહલ દેખાઈ રહ્યા છે. પરંતુ આ તસવીરોમાં એક વ્યક્તિ એવી પણ છે જે હાલ સલમાનની સૌથી નજીક ગણાઈ રહી છે. આ વ્યક્તિ છે સલમાન ખાનની રુમર્ડ ગર્લ ફ્રેન્ડ યુલિયા વંતુર. યુલિયા આમ તો ઘણીવાર જુદા જુદા પ્રસંગોમાં સલમાન ખાનની સાથે દેખાઈ ચૂકી છે. પરંતુ આ વખતે સલમાનની એક્સ ગર્લફ્રેન્ડની પાર્ટીમાં પણ તે સલમાન સાથે પહોંચી હતી.



 
 
 
View this post on Instagram

#blessedbirthday

A post shared by Sangeeta Bijlani (@sangeetabijlani9) onJul 9, 2019 at 11:16am PDT


સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં યુલિયાને જોઈ લોકો ચોંકી ઉઠ્યા છે. પરંતુ જો તમે તસવીરો જોશો તો દેખાશે કે યુલિયા અને સંગીતા બંને એકીબીજા સાથે કમ્ફર્ટેબલ છે. એક્ટ્રેસની બર્થ ડે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે., જેમાં સલમાન ખાન મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં બંનેએ સાથે ફોટો પણ પડાવ્યા છે.


 
 
 
View this post on Instagram

Dance class from the master himself . . Prabhu Deva @kichchasudeepa @wardakhannadiadwala

A post shared by Salman Khan (@beingsalmankhan) onJul 9, 2019 at 12:26pm PDT

આ પહેલા સલમાન ખાનનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં સલમાન ખાન, સુપરસ્ટાર સુદીપ, કોરિયોગ્રાફર પ્રભુદેવા અને સાજિદ નડિયાદવાલા દેખાઈ રહ્યા હતા. આ વીડિયોમાં ચારેય જણા ઉર્વશી ગીત પર ડાન્સ કરી રહ્યા હતા. જ્યારે આ વીડિયો વાઈરલ થયો ત્યારે કોઈને ખ્યાલ નહોતો આવ્યો કે આ વીડિયો સંગીતા બિજલાનીની બર્થ ડે પાર્ટીનો છે.

આ પણ વાંચોઃ Jonita Gandhi: મૂળ ગુજરાતી છે આ ગ્લેમરસ યુટ્યુબ સ્ટાર અને બોલીવુડ સિંગર

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2019 12:18 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK