Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dabbang 3 માં સલમાન સાથે આ અભિનેત્રી આઇટમ સોન્ગમાં દેખાશે

Dabbang 3 માં સલમાન સાથે આ અભિનેત્રી આઇટમ સોન્ગમાં દેખાશે

13 June, 2019 07:09 PM IST | મુંબઈ

Dabbang 3 માં સલમાન સાથે આ અભિનેત્રી આઇટમ સોન્ગમાં દેખાશે

સલમાન ખાન અને વરીના હુસ્સૈન

સલમાન ખાન અને વરીના હુસ્સૈન


સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. સલમાન ખાનની ફિલ્મ દબંગ 3’ના આઇટેમ સોન્ગ મુન્ના બદનામ હુઆમાં સલમાનની સાથે લવરાત્રિફેમ એક્ટ્રેસ વરિના હુસૈન ઠુમકા લગાવતી જોવા મળશે. મુંબઈના મહેબૂબ સ્ટુડિયોમાં 4 દિવસમાં આ સોન્ગનું શૂટિંગ પૂરું થયું હતું. સલમાન ખાને વરિનાને તેના બનેવી આયુષ શર્મા સાથે લવરાત્રિફિલ્મથી લોન્ચ કરી હતી.





4 દિવસમાં આઇટમ સોન્ગનું શુટીંગ પુરૂ કર્યું


મળી રહેલ માહિતી પ્રમાણે4 દિવસના શુટીંગમાં સલમાન ખાન અને વરિનાએ સોન્ગનું શૂટિંગ પૂરું કરી નાખ્યું હતું. આ સોન્ગને સાજીદ-વાજિદે કમ્પોઝ કર્યું છે અને ઓ ઓ જાને જાનાફેમ સિંગર કમાલ ખાન અને બાદશાહે આ સોન્ગ ગાયું છે. સોન્ગ માટે મોડર્ન ઢાબાનો સેટ બનાવવામાં આવ્યો હતો. સોન્ગને વૈભવી મર્ચન્ટે કોરિયોગ્રાફ કર્યું છે.

આ પણ જુઓ : જિગરદાન ગઢવીઃઆ ગુજરાતી રૉક સ્ટારની ડ્રેસિંગ સેન્સ છે ગજબની


પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યા છે

દબંગ 3’ ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મથી મહેશ માંજરેકરની દીકરી અશ્વામી માંજરેકર ડેબ્યુ કરી રહી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં અરબાઝ ખાન, સોનાક્ષી સિન્હા અને સાઉથ સ્ટાર સુદીપ પણ સામેલ છે. ફિલ્મ આ વર્ષે 20 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

13 June, 2019 07:09 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK