Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું સલમાન અને શાહરૂખ ફરી મોટા પડદા પર સાથે આવશે ? જાણો શું છે હકીકત

શું સલમાન અને શાહરૂખ ફરી મોટા પડદા પર સાથે આવશે ? જાણો શું છે હકીકત

11 May, 2019 02:45 PM IST |

શું સલમાન અને શાહરૂખ ફરી મોટા પડદા પર સાથે આવશે ? જાણો શું છે હકીકત

બન્ને સ્ટાર ફરી ઓનસ્ક્રીન સાથે કામ કરશે

બન્ને સ્ટાર ફરી ઓનસ્ક્રીન સાથે કામ કરશે


બોલીવુડમાં અત્યારે બે સૌથી મોટા પ્રશ્ન છે કે સલમાન ખાન લગ્ન ક્યારે કરશે અને બીજો સલમાન ખાન અને શાહરૂખ ખાન એક સાથે ફિલ્મમાં ક્યારે સાથે આવશે. પહેલા પ્રશ્નનો જવાબ મળવો ઘણો મુશ્કેલ છે પરંતુ બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો છે અને તે ખુદ બોલીવુડના જાણીતા ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે જાહેર કર્યું છે.

સલમાન ખાન અને શાહરૂખ ખાનના ચાહકો માટે સારા સમાચાર



હા, અલી અબ્બાસ ઝફર બોલીવુડ સ્ટાર શાહરુખ ખાન અને સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર લઇને આવ્યા છે. બોલીવૂડના 2 સુપર સ્ટાર ફિલ્મી પડદે ફરી એકવાર સાથે જોવા મળી શકે છે. કરણ-અર્જુન, હમ તુમ્હારે હૈ સનમ પછી ફરી એકવાર બંને મેગા સ્ટાર એક સાથે ઓનસ્ક્રીન લીડ રોલમાં સાથે જોવા મળી શકે છે. જાણીતા ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે કહ્યું હતું કે, શાહરુખ અને સલમાન સાથે કામ કરવા ઈચ્છે છે. બન્ને એકબીજા સાથે કામ કરવાનું ઘણું પસંદ કરે છે. બન્ને સુપરસ્ટાર આવનારા સમયમાં સાથે કામ કરતા જોવા મળશે.


સલમાનની ફિલ્મ ‘ભારત’ ફિલ્મ અલી અબ્બાસ ડિરેક્ટ કરી રહ્યો છે

સુપરસ્ટાર સલમાન ખાન તેની આગામી ફિલ્મ ભારતમાં જોવા મળશે. આ ફિલ્મ અલી અબ્બાસ ઝફર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. અલી અબ્બાસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે સલમાન અને શાહરુખને એકસાથે લઈને ફિલ્મ બનાવવા ઈચ્છે છે. આ નિવેદન પછી માનવામાં આવી રહ્યું છે કે, બન્ને સુપર ટૂંકાદ સમયમાં જ ફિલ્મ સાથે કરતા જોવા મળી શકે છે.


આ પણ વાંચો: ભારતમાં સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચે થશે કાંટે કી ટક્કર

બંને સ્ટાર છેલ્લે 2002માં મોટા પડદા પર સાથે કામ કર્યું હતું

સલમાન ખાન અને શાહરુખ પહેલા કરણ-અર્જુન અને ત્યારબાદ હમ તુમ્હારે હૈ સનમમાં સાથે જોવા મળ્યા હતા અને આ બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. સલમાન અને શાહરુખ 'કુછ કુછ હોતા હૈ', 'હર દિલ જો પ્યાર કરેલા', 'ટ્યૂબલાઈટ', 'ઝીરો' જેવી ફિલ્મોમાં એકબીજા માટે ગેસ્ટ અપિરિયન્સ આપી ચૂક્યા છે. હવે ફેન્સ રાહ જોઈ રહ્યા છે ક્યારે બન્ને એક્ટર્સ ક્યારે ફરી એકવાર લીડમાં સાથે જોવા મળશે

Whatsapp-channel Whatsapp-channel

11 May, 2019 02:45 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK