Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ને રાકેશ ઓમપ્રકાશ મેહરા વચ્ચે સ્પેનમાં ખૂબ મોટો ઝઘડો થયેલો?

સલમાન ને રાકેશ ઓમપ્રકાશ મેહરા વચ્ચે સ્પેનમાં ખૂબ મોટો ઝઘડો થયેલો?

23 October, 2016 03:19 AM IST |

સલમાન ને રાકેશ ઓમપ્રકાશ મેહરા વચ્ચે સ્પેનમાં ખૂબ મોટો ઝઘડો થયેલો?

સલમાન ને રાકેશ ઓમપ્રકાશ મેહરા વચ્ચે સ્પેનમાં ખૂબ મોટો ઝઘડો થયેલો?


rakesh mehra

‘બિગ બૉસ’ની દસમી સીઝનને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે અને આ શોમાં જ્યારે દીપિકા પાદુકોણ તેની હૉલીવુડની ફિલ્મ ‘XXX : ધ રિટર્ન ઑફ ઝૅન્ડર કેજ’ને પ્રમોટ કરવા ગઈ હતી ત્યારે સંજય લીલા ભણસાલીના ફોટોને સલમાને રાકેશ ઓમપ્રકાશ મેહરાનો ફોટો ગણાવ્યો હતો. જોકે દર્શકોને લાગ્યું હતું કે સલમાન મસ્તી કરી રહ્યો છે અને તેણે તરત જ એ ફોટોને સંજય લીલા ભણસાલી છે એમ કહ્યું હતું. જોકે સલમાને આવું કેમ કર્યું એ વિશે ચર્ચા ચાલી રહી છે ત્યારે એવી વાતો મળી રહી છે કે સલમાન અને રાકેશ ઓમપ્રકાશ મેહરા વચ્ચે સ્પેનમાં યોજાયેલા એક અવૉર્ડ-શોમાં ખૂબ મોટો ઝઘડો થયો હતો. તેઓ બન્ને ખૂબ જોરશોરથી એકબીજા સાથે બોલાચાલી કરતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેમના બન્નેના મિત્રોએ વચ્ચે પડીને તેમને છૂટા પાડ્યા હતા. રાકેશ ઓમપ્રકાશ મેહરા ગુસ્સામાં હોય એવું ભાગ્યે જ સાંભળવા મળે છે અને સલમાન શું કામ ગુસ્સે થઈ ગયો હતો એ હજી સુધી જાણવા નથી મળ્યું.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2016 03:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK