મેહંદીમાં જોવા મળેલા ફરાઝ ખાનનાં મેડિકલ બિલ ચૂકવ્યાં પૂજા ભટ્ટ અને સલમાન ખાને

Published: 16th October, 2020 19:13 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ફરાઝ ખાન સારવાર માટે તે ૮ ઑક્ટોબરથી બૅન્ગલોરની વિક્રમ હૉસ્પિટલમાં દાખલ હતો

ફરાઝ ખાન
ફરાઝ ખાન

૧૯૯૮માં આવેલી ‘મેહંદી’માં જોવા મળેલા ફરાઝ ખાનની આર્થિક સ્થિતિ નબળી હોવાથી સલમાન ખાને અને પૂજા ભટ્ટે તેનું હૉસ્પિટલનું બિલ ચૂકવ્યું છે. તે એક વર્ષથી ચેસ્ટમાં ઇન્ફેક્શનથી પીડાઈ રહ્યો છે. સારવાર માટે તે ૮ ઑક્ટોબરથી બૅન્ગલોરની વિક્રમ હૉસ્પિટલમાં દાખલ હતો. તેના પરિવારે આર્થિક મદદની અપીલ કરી હતી. એવામાં તરત જ સલમાન ખાન અને પૂજા ભટ્ટે તેની મદદ કરી હતી. તેમના આ કાર્યની સૌકોઈ પ્રશંસા કરી રહ્યું છે. સલમાનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાશ્મીરા શાહે કૅપ્શન આપી હતી, ‘તમે ખરેખર ખૂબ જ સારા માણસ છો. ફરાઝ ખાનની કાળજી લેવા બદલ અને તેનાં બિલ ચૂકવવા બદલ આભાર.’

‘ફરેબ’માં જોવા મળેલા ફરાઝની સ્થિતિ ખૂબ નાજુક હતી એથી સલમાન જેમ અન્યોની મદદ કરે છે તેમ તેના પડખે પણ ઊભો રહ્યો હતો. હું હંમેશાં તારી પ્રશંસક રહીશ. જો લોકોને મારી આ પોસ્ટ પસંદ ન પડે તો મને એની કોઈ દરકાર નથી. મને અનફૉલો કરવાની તમારી પાસે ચૉઇસ છે અને આ જ હું વિચારુ છું. તે ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ સાચો માણસ છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK